ખાટા ફળોમાં રહેલુ એસિડ તાંબુ અને જસત જેવા ઈલેકટ્રોડ સાથે જોડાઈને વીજળી કરે છે ઉત્પદન

અબતક,રાજકોટ

વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતી બાબતો ઉપરાંત વિજ્ઞાન અને પ્રૌધોગિક વિજ્ઞાન જેવા વિષયોનું વ્યવહારિક જ્ઞાન આપવું પણ ખૂબ જરુરી છે , જેથી તેમનો વિજ્ઞાન જેવા પ્રયોગાત્મક વિષયોમાં રસ – રુચિ વધે આખા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે રાજકોટની ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ (જૠઈંજ) દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેકટસ અને પ્રયોગો કરાવવામાં આવી રહ્યા છે . જેમાં તાજેતરમાં ધોરણ 6 ના વિધાર્થીઓએ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને બેટરીનો ઉપયોગ કર્યા વગર નારંગી , લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટા રસવાળા ફળો અને નમક જેવા પદાર્થોનો ઉપયોગ કરી વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી એલ.ઇ.ડી બલ્બ પ્રજવલિત કરતો વિજ્ઞાનનો પ્રયોગો રજૂ કર્યો હતો.

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને તેમને વિજ્ઞાન વિષયમાં રસ કેળવાય તે માટે પાઠ્યપૂસ્તક ઉપરાંતના વિજ્ઞાનના પ્રયોગો સ્કૂલ દ્વારા સમયાંતરે કરાવવામાં આવે છે તાજેતરમાં વિધાર્થીઓને નારંગી , લીંબુ અને દ્રાક્ષ જેવા સાઇટ્રસ ફળોનો ઉપયોગથી વિદ્યુત પ્રવાહ પેદા થઈ શકે છે તેવું શીખવવામાં આવ્યું હતું . આ ફળોમાં રહેલું એસિડ તાંબુ અને જસત જેવા ઇલેક્ટ્રોડ સાથે જોડાઈને વીજળી ઉત્પન્ન કરે છે.

બેટરી તરીકે કામ કરતા , આ ફળો નાના ઉપકરણો જેમ કે એલઈડી લાઇટ અને મૂળભૂત ડિજિટલ ઘડિયાળોને પાવર આપી શકે છે . વિધાર્થીઓને કોઇ પણ પ્રકારની બેટરી વગર વિધુત કેમ ઉત્પન્ન કરવું તેવી એક ચેલેન્જ આપવામાં આવી હતી . વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ અને યુ – ટયુબના માધ્યમથી વિવિધ પ્રયોગો નિહાળી શાળાના વિજ્ઞાન શિક્ષિકા બંસી મેડમના માર્ગદર્શનમાં પ્રયોગશાળામાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરી ખાટા રસવાળા ફ્ળોના રસમાંથી વિદ્યુત પ્રવાહ પેદા કરી , એલ.ઇ.ડી. બલ્બ પ્રજ્વલિત કરી અત્યંત રોમાંચિત થઈ ઉઠયા હતા. આ સમગ્ર આયોજનમાં ગુરુકુલના પૂજ્ય સંતોની પ્રેરણાથી શાળાના એડવાઈઝર શ્રીકાંત તન્નાના માર્ગદર્શનમાં શિક્ષકોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.