તરૂણને સોશિયલ મીડીયાનો દુર ઉપયોગ કરી પજવણી કરતો હોવાનું ખુલ્યું
અબતક, જીજ્ઞેશ પટેલ, માણાવદર
તાજેતરમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પણ સોશિયલ મીડિયાના ગેર ઉપયોગના કારણે ટીન એજર ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતી સંસ્કારી મહિલા રાધાબેન (નામ બદલાવેલ છે…)ના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા નમ્બર ઉપરથી અજાણ્યા માણસ દ્વારા વોટ્સએપ ઉપર ખરાબ મેસેજ અને ફોન કોલ કરવાનું ચાલુ થયુ હતું. મહિલા દ્વારા પ્રતિસાદ નહીં આપતા, મહિલા વાત કે મેસેજ નહીં કરે તો, વિસાવદર આવતા હોવાનું જણાવતા, સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલા રાધા દ્વારા પોતાના પિતાને જાણ કરી, બંને પિતા પુત્રી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મોબાઈલ ફોન દ્વારા, ગભરાયેલા સ્થિતિમાં સમગ્ર હકીકત જણાવેલ હતી.
સમાજમાં આબરૂ જવાની બીકે તેઓ મૌખિક જાણ કરેલ અને જરૂર પડે તો ફરિયાદ કરવા જણાવેલ અને આ છોકરો ફોન કરતો બંધ થાય એવું કરવા વિનંતી કરવામાં આવેલી હતી. આવા કિસ્સામાં આબરુદર મહિલાઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોવાના ઘણા કિસ્સાઓ બનતા હોય, બાબતની ગંભીરતા આધારે કોઈપણ અરજી ફરિયાદ કાગળની કાર્યવાહીમા પડયા સિવાય પીડિત આબરુદર મહિલા રાધાને મદદ કરવાના હેતુથી, તાત્કાલિક ટેક્નિકલ સેલ આધારે માહિતી મેળવી, જુનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, સ્ટાફના એ.એસ.આઈ. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, જવય ઝયફળ ના હે.કો. સુનિતાબેન, પો.કો. જ્યોતિબેન, મનીષાબેન, સહિતની ટીમ દ્વારા મહિલાને મદદ કરી, સોશિયલ મીડિયા દ્વારા મહિલાને પજવણી કરનારને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, જવય ઝયફળ અને ડી સ્ટાફના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, યુવક કોલેજના પહેલા વર્ષમા અભ્યાસ કરતો હોય, ગણતરીના કલાકોમાં ટીન એજર યુવક પોતાના કુટુંબીજનો સાથે અને આગેવાન સાથે જૂનાગઢ પોલીસ સમક્ષ રજુ થઈ અને ભૂલનો સ્વીકાર કરી, ભવિષ્યમાં આ મહિલાને તો નહીં પણ કોઈપણ સ્ત્રીને મેસેજ કે ફોન નહીં કરવાની વાત કરતા, મહિલા અને તેના કુટુંબીજનોએ પણ હાશકારો અનુભવેલ હતો.
જૂનાગઢ પોલીસની જવય ટીમ દ્વારા માહિલાને મદદ કરવા વગર કાગળ તાત્કાલિક સાહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી, જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મહિલાને પજાવતા ટીન એજરને શોધી કાઢેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા ટીન એજર દ્વારા ભૂલ સ્વીકારેલ હોઈ, યુવકના અભ્યાસને ધ્યાનમાં રાખી, ફરિયાદ કરવાનું ટાળેલ હતું.