ગાંધીનગર ખાતે 10 થી 14 માર્ચ દરમિયાન યોજાશે ડિફેન્સ એકસ્પો: રક્ષા રાજયમંત્રક્ષ અને મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
અબતક,રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પો-2022ની તૈયારીઓની ગાંધીનગરમાં આયોજીત સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ડિફેન્સ એક્સ્પો-2022 અગત્યનું સોપાન સિદ્ધ થશે.
મુખ્યમંત્રીએ દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજીત ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની યોજાયેલી બેઠકમાં કહ્યું કે, 10 થી 14 માર્ચ દરમિયાન એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે.મુખ્યમંત્રીએ ભારત સરકારના રક્ષા મંત્રાલયને ડિફેન્સ એક્સ્પો-2022ના સફળ અને ભવ્ય આયોજન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા આ સમિક્ષા બેઠકમાં વ્યક્ત કરી હતી
રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતીરક્ષા રાજ્યમંત્રી એ વધુમાં જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઈવેન્ટ છે
ડિફેન્સ એક્સ્પો-2022 મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે.
આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના વર્ષે આયોજીત ડિફેન્સ એક્સ્પો-2022ની થીમ પાથ ટુ પ્રાઈડ છે જે ભારતના લોકોની સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને પણ પ્રદર્શિત કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 63 દેશોના 121 વિદેશી પ્રદર્શકો સહિત કુલ 973 પ્રદર્શકો ડિફેન્સ એક્સ્પો-2022 માટે નોંધણી કરાવી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ડિફેન્સ એક્સ્પો-2022 હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવામાં આવશે, જેમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારના સ્ટોલ હશે.ડિફેન્સ એક્સ્પો-2022નું આયોજન ત્રણ સ્થળોએ-ત્રણ ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છે જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રદર્શન; મહાત્મા મંદિર ક્ધવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશન નો સમાવેશ થાય છે.
ડિફેન્સ એક્સ્પો-2022ની એપેક્સ કમિટીની આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે એક્સપોની તૈયારીઓમાં રાજ્ય સરકારના સહકાર અને ડિફેન્સ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી.
આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, CISF, CRFP, NDRF, NSG, BSF અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.