Table of Contents

લગભગ પ્રેમ કથાઓની ચર્ચા ફિલ્મી પડદે જ સમાપ્ત થઈ જાય છે. પરંતુ, આજે આપણે એવા રાજકીય ઘરોની વાત કરીશું, જેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમની પ્રેમકહાની ફિલ્મી વાર્તાઓ ની જેમ શરૂ થઈ અને પછી પ્રેમ એમનો હમસફર બની ગયો, તો કેટલાક એવા રાજકારણીઓ છે જેમની આંખો એક સમયે પ્રેમમાં ડૂબેલી હતી.

Screenshot 12 17

સ્મૃતિ ઈરાની અને ઝૂબિન ઈરાની
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની જેઓ તેમના ઉગ્ર ભાષણો માટે જાણીતા છે. એક સમયે લોકપ્રિય ટીવી અભિનેત્રી રહી ચુકી છે. તેણે ઝુબિન ઈરાની સાથે લવ મેરેજ કર્યા છે. ઝુબિન વિશે વાત કરીએ તો તે એક બિઝનેસમેન છે. સ્મૃતિ અને ઝુબિન અલગ-અલગ જ્ઞાતિમાંથી આવે છે. તેણીએ રમતગમત, મોડેલિંગ અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી છે. સ્મૃતિ ઈરાની એક સમયે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ટોપ 5 માં હતા. સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “મેં જુબિન સાથે લગ્ન કર્યા કારણ કે મને તેની જરૂર હતી. અમે દરરોજ મળતા અને વાત કરતા. પછી અમે વિચાર્યું કે શા માટે આપણે લગ્ન કરીને આદર્શ પતિ-પત્ની ન બનીએ. અમારા બંને પક્ષના પરિવારો આ લગ્ન માટે ખુશીથી સંમત થયા અને અમને આશીર્વાદ આપ્યા.”

Screenshot 13 18

લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી
બિહાર જે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે. ભારતીય રાજકારણની વાત આવે ત્યારે લાલુ પ્રસાદ યાદવ નું નામ પણ સામેલ થવું ચોક્કસ છે. જ્યારે તેમની પત્ની, રાબડી દેવી ધારાસભ્ય છે, જેમણે અગાઉ રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાર્ટીના સભ્ય તરીકે બિહારના મુખ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી છે. આ દંપતી પીઢ અને અનુભવી રાજકીય દંપતી છે, જેમણે તેમની 25 વર્ષથી વધુની રાજકીય કારકિર્દીમાં બદલાતી પેઢીઓની રાષ્ટ્રની રાજનીતિ જોઈ છે.

Screenshot 14 21

અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ વર્તમાન પરિસ્થિતિમાં યુવા શક્તિની પ્રેરણા છે. જ્યારે તેમની પત્ની, ડિમ્પલ યાદવ એક સાંસદ અને ભારતીય રાજકારણમાં જાણીતો ચહેરો છે. આ દંપતી જીવન ની દરેક સુખ-દુ;ખ ની પળો માં સાથે રહ્યું છે. બંને વચ્ચે પ્રેમ થયો શરૂઆતમાં અખિલેશના પિતા મુલાયમ સિંહને આ લગ્ન સામે વાંધો હતો, પરંતુ બાદમાં તેઓ એ પણ સહમતી આપી દીધી અને ટૂંક સમયમાં જ સમાજવાદી પાર્ટીના સુપ્રીમ મુલાયમ સિંહ યાદવના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થાય ગાય।. ડિમ્પલ એક ઉત્સુક ઘોડેસવાર અને પ્રતિભાશાળી ચિત્રકાર પણ છે. આ દંપતીએ તેમના સફળ લગ્નજીવનના 17 વર્ષ પૂરા કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.