બન્ને દેશોના વધતા વિવાદને જોતા ભારતે પહેલાં ત્યાં રહેલા ભારતીયોને સુરક્ષિત રાખવાની કવાયત હાથ ધરી
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રશિયાએ પૂર્વ યુક્રેનમાં ડોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપી છે. રશિયાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક સાથે મિત્રતા, સહકાર અને પરસ્પર સહાયતા અંગેની સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં તણાવ વધુ વધવાની આશંકા છે. આ વિવાદમાં અનેક દેશોએ ઝુકાવ્યું છે. પણ આ દરમિયાન ભારત શાંતિના સંદેશ સાથે તટસ્થ રહ્યું છે.
આ સાથે સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે.કિવમાં ભારતીય દૂતાવાસે આજે ત્રીજી એડવાઇઝરી જારી કરી છે જે ખાસ કરીને યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ રાહ ન જોશો, તરત જ યુક્રેન છોડી દો. ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરીમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન વર્ગો માટે યુનિવર્સિટીઓ તરફથી પુષ્ટિની રાહ જોયા વિના યુક્રેન છોડી દેવા કહ્યું છે.
બીજી તરફ યુક્રેનમાં વધતા સંકટને લઈને આજે યુએનએસસીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતે પોતાનો પક્ષ રાખ્યો હતો જેમાં યુએનએસસીમાં ભારતના સ્થાયી સભ્ય ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યુ કે, યુક્રેન સરહદે વિવાદ વધવો એ ચિંતાનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ટી.એસ. તિરુમૂર્તિએ તમામ પક્ષોથી સંયમ રાખવાની વિંનતી કરવામાં આવે છે અને કહ્યું કે આ મુદ્દાને માત્ર રાજદ્વારી વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. તેમણે કહ્યું કે યુક્રેન-રશિયા સરહદે તણાવ વધવો એ ઊંડી ચિંતાનો વિષય છે.રશિયા સાથે યુક્રેનની સરહદ પર તણાવ વધવાથી આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની સંભાવના છે.
હાલની જે ઘટના બની તેનાથી શાંતિ-સુરક્ષાના મુદ્દાને અસર થઈ શકે છે.તે માટે નાગરિકોની સુરક્ષા જરૂરી છે. ભારતે યુએનએસસીમાં સ્પષ્ટ કહ્યું કે, યુક્રેનમાં 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને લોકો રહે છે. ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પર ભાર મુકે છે. ટી.એસ. તિરુમૂર્તિએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, આ વિવાદ જલ્દી ઉકેલાઈ શકે છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવા આહ્વાન કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે, આ મુદ્દે માત્ર રાજનયિક વાતચીતથી ઉકેલી શકાય છે.
ભારતે યુક્રેનમાં તેના દૂતાવાસના કર્મચારીઓના પરિવારના સભ્યોને વતન પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. નાગરિકોને સલાહ આપી કે બન્ને દેશોનું તણાવ અને અનિશ્ચિતતામાં વધારો થતા યુક્રેનને અસ્થાયી રૂપે છોડવા માટે જરૂરી નથી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓના પરિવારજનોને ભારત પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.