UPA સરકારમાં બનેલી કાળા નાણાંની યાદીનું હાલ નાણાં મંત્રાલય સમિક્ષા કરી રહ્યું છે. UPA સરકારે કાળુ ભારતમાં અને વિદેશમાં ધરાવનારા લોકોની યાદી તૈયાર કરી હતી અને 3 વર્ષ પહેલા જ સુપરત કરી હતી. આ સમગ્ર મામલાનો ખુલાસો RTI અંતર્ગત થયો છે. UPA સરકારે 3 રિપોર્ટ તૈયાર કર્યા હતા જે 30 ડિસેમ્બર 2013, 18 જુલાઈ 2014 અને 21 ઓગસ્ટ 2014માં સરકારને સોંપવામાં આવ્યા હતા.
વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર મે 2014માં કેન્દ્રની સત્તા પર આવી છે. હાલ ત્રણેય રિપોર્ટની સરકાર સમિક્ષા કરી રહી છે. જો કે આ રિપોર્ટને સંસદમાં નથી મુકવામાં આવ્યા. બીજી તરફ દેશ અને વિદેશમાં કાળુ નાણું રાખનારા લોકોનો કોઈ અધિકારીક આંકડો સરકાર પાસે નથી.
- કાળુંનાણું રાખનારા સાવધાન !
- સરકાર કરી રહી છે સમિક્ષા
- UPA સરકારના રિપોર્ટની કરી રહી છે સમિક્ષા
- UPA સરકારમાં 3 રિપોર્ટ તૈયાર થયા હતા
- આ ત્રણેય રિપોર્ટ પર નાણાં મંત્રાલય કરી રહ્યું છે સમિક્ષા
- ભારત અને વિદેશમાં કાળુનાણું રાખનારાઓના રિપોર્ટ
- RTIને કારણે થયો સમગ્ર બાબતે ખુલાસો