કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિમાં રાજ્યના સાંસદ સભ્યોની પણ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક
અબતક, રાજકોટ
રાજ્યમાં મંત્રીઓને પોતપોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવી કુલ 16 પરામર્શ સમિતિઓ બનાવવામાં આવી છે ત્યારે આ સમિતિઓમાં રાજ્યના સંસદ સભ્યઓને આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે.પરામર્શ સમિતિ નં.1માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, જીતુભાઇ ચૌધરી, વિનોદભાઇ મોરડીયા, વિપક્ષીનેતા સુખરામ રાઠવા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપરાંત સી.કે. રાહુલ, યોગેશ પટેલ, પિયુષ દેસાઇ, શૈલેષ પરમાર, હર્ષદ રીબડીયા, કાંતિભાઇ પરમાર, મોહનસિંહ રાઠવા અને છોટુભાઇ વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમંત્રિત સભ્ય તરીકે નરહરી અમિન, દિનેશ અનાવાડીયા અને સીઆર પાટીલને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિ સામાન્ય વહીવટી સુધારણાં, આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનિજ, નર્મદા, બંદરો, તમામ નિતીઓ અને અન્ય કોઇ મંત્રીને ન ફાળવ્યા હોય તેવા વિભાગો અને વિષયો પર પરામર્શ કરશે.મહેસૂલ આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંવિધાનિક બાબતો માટેની સમિતિ નં.2માં મંત્રી, રાજેન્દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી, ડો.કુબેર ડીંડોર ઉપરાંત કૌશિક પટેલ, બાબુભાઇ પટેલ, ગોવિંદભાઇ પટેલ, કેશુભાઇ નાકરાણી, પંકજ દેસાઇ, ગુલાબસિંહ રાજપૂત, બળદેવસિંહ ઠાકોર, ચિરાગ કાલેરીયા, જેવી કાકડીયા અને કાંતિભાઇ પરમાર, જ્યારે આમંત્રિત સભ્યો તરીકે પુનમબેન માડમ, શક્તિસિંહ ગોહિલ, ડો.અમીબેન યાજ્ઞિકનો સમાવેશ કરાયો છે.
શિક્ષણ વિભાગને લગતા નિર્ણયો માટે સમિતિ નં.3માં મંત્રી જીતુભાઇ વાઘાણી, ડો.કુબેર ડીંડોર, કિર્તીસિંહ વાઘેલા, ઇશ્ર્વરભાઇ પટેલ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શૈલેષ ભાભોર, દુષ્યંત પટેલ, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, કાંધલ જાડેજા, પ્રેમસિંહ વસાવા ઉપરાંત કાયમી સભ્યો તરીકે રતનસિંહ રાઠોડ, રંજનબેન પટેલ અને નારણ કાછડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ નં.4માં મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી, નિમિષા સુથાર ઉપરાંત ધનજીભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશ સેવક, કાંતિભાઇ બલ્લર, ડો.અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, અમરિશ ડેર, અમિત ચાવડા અને સંજય સોલંકી જ્યારે આમંત્રિત સભ્યો તરીકે ભારતીબેન શિયાળ અને ડો.કેશી પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ નં.5માં મંત્રી પૂર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા, શશીકાંત પંડ્યા, રમણભાઇ પટેલ, જગદીશભાઇ પટેલ, જેવી કાકડીયા, ભરતભાઇ પટેલ, મહમદ પીરજાદા, પ્રવિણભાઇ મુસડીયા, પૂનમભાઇ પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, ઉપરાંત આમંત્રિત સભ્યો તરીકે ભરતસિંહ ડાબી અને રાજેશ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કૃષિ, પશુ પાલન અને ગૌ સંવર્ધન વિભાગના નિર્ણય લેવા રચાયેલી સમિતિ નં.6માં મંત્રી રાઘવજીભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, દેવાભાઇ માલમ, અજમલજી ઠાકોર, આર.સી.ફળદુ, બાબુભાઇ બોખીરીયા, સંગીતા પાટીલ, આર.સી. પટેલ, કાંતિભાઇ ખરાડી, ઇમરાનભાઇ ખેડાવાળા, વીરજી ઠુમ્મર અને રાજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત કાયમી સભ્યો તરીકે પરબતભાઇ પટેલ અને મિતેશભાઇ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટેની સમિતિ નં.7માં મંત્રી કનુભાઇ દેસાઇ, મુકેશભાઇ પટેલ ઉપરાંત સુરેશભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, સૌરભ પટેલ, જેઠાભાઇ ભરવાડ, રમેશભાઇ કટારા, સિમાબેન મોહીલે, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, વિક્રમ માડમ, કનુભાઇ બારૈયા ઉપરાંત આમંત્રિત સભ્યો તરીકે મનસુખભાઇ વસાવા અને નારણભાઇ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે.
વન પર્યાવરણ વિભાગ માટેની સમિતિ નં.8માં મંત્રી કિરીટસિંહ રાણા, જગદીશ પંચાલ ઉપરાંત કરશનભાઇ સોલંકી, કિશોરભાઇ ચૌહાણ, કેશરીસિંહ સોલંકી, અભેસિંહ તડવી, અરૂણસિંહ રાણા, પ્રવિણ ઘોઘારી, મહેશ પટેલ, અશ્ર્વિન કોટવાલ, નિરંજન પટેલ, અનંત પટેલ ઉપરાંત આમંત્રિત સભ્ય તરીકે દિપસિંહ રાઠોડ અને રસિલાબેન રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ નં.9માં મંત્રી નરેશ પટેલ, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, રાજેન્દ્ર ચાવડા, વલ્લભ કાકડીયા, જયેશ રાદડીયા, કેતન ઇનામદાર, વી.ડી. ઝાલાવાડીયા, નાથાભાઇ પટેલ, વિમલ ચુડાસમા, પરેશ ધાનાણી, ચંદ્રિકાબેન બારૈયા ઉપરાંત આમંત્રિત સભ્ય તરીકે રામભાઇ મોકરીયા અને ગીતાબેન રાઠવાનો સમાવેશ કરાયો છે.
સમિતિ નં.10માં મંત્રી પ્રદિપ પરમાર, મનિષા વકીલ, આર.સી. મકવાણા ઉપરાંત કનુભાઇ પટેલ, આત્મરામ પરમાર, ગોવિંદ પરમાર, ઇશ્ર્વર પરમાર, રમણલાલ પાટકર, ઋત્વિક મકવાણા, બાબુભાઇ વાંજા, ભાવેશભાઇ કટારા, જયપાલસિંહ ઠાકોર અને આમંત્રિત સભ્યો તરીકે કિરીટસિંહ સોલંકી અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ માટેની સમિતિ નં.11માં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા ઉપરાંત વાસણભાઇ આહિર, અરવિંદ પટેલ, કુંવરજી બાવળીયા, ભીખાભાઇ બારૈયા, ગણપતભાઇ વસાવા, શિવાભાઇ ભુરીયા, નવશાદ સોલંકી, ભીખભાઇ જોશી, વજેશિંગ પણદા ઉપરાંત આમંત્રિત સભ્ય તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને હસમુખ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. સમિતિ નં.12 મંત્રી હર્ષ સંઘવી, ઉપરાંત બલરાજસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ જાડેજા, પરસોત્તમ સાબરીયા, પરસોત્તમ સોલંકી, મધુ શ્રીવાસ્તવ, મોહન ઢોડીયા, અરવિંદ પટેલ, રઘુ દેસાઇ, ભરત ઠાકોર, લાખાભાઇ ભરવાડ, મહેશ વસાવા અને કાયમી આમંત્રિત સભ્ય તરીકે વિનોદભાઇ ચાવડાનો સમાવેશ કરાયો છે.
સમિતિ નં.13માં મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા ઉપરાંત મહેશ રાવલ, સુમનબેન ચૌહાણ, શૈલેષભાઇ મહેતા, ઇશ્ર્વરસિંહ પટેલ, અરવિંદ રાણા, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, ગ્યાસુદીન શેખ, લલીત કગથરા અને પુનાભાઇ ગામીત ઉપરાંત આમંત્રિત સભ્ય તરીકે રમેશભાઇ ધડુકની નિયુક્તિ કરાઇ છે. સમિતિ નં.14માં મંત્રી બ્રિજેશ મેરાજા, ઉપરાંત વિરેન્દ્રસિંહ જાડેજા, દિલીપ ઠાકોર, બલરામ થાવાણી, જયદ્રથસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ સુખડીયા, કિશોર કાનાણી, સીજે ચાવડા, અજીતસિંહ ચૌહાણ અને સુનિલ ગામીત ઉપરાંત કાયમી આમંત્રિત સભ્ય તરીકે પ્રભુભાઇ વસાવાને સ્થાન આપવામાં આવ્યું છે.
કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગ માટેની સમિતિ નં.15માં મંત્રી જીતુભાઇ ચૌધરી ઉપરાંત માલતીબેન મહેશ્ર્વરી, હિતુ કનોડીયા, જવાહર ચાવડા, અક્ષય પટેલ, વિવેક પટેલ, જશુભાઇ પટેલ, લલીતભાઇ વસોયા, ભગાભાઇ બારડ, કાળાભાઇ ડાબી અને આમંત્રિત સભ્ય તરીકે લોખંડવાલા જુગલજી મથુરજીને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સમિતિ નં.16માં મંત્રી મનિષાબેન વકીલ ઉપરાંત શંભુજી ઠાકોર, રાકેશ શાહ, ગીતાબા જાડેજા, વિભાવરીબેન દવે, બચ્ચુભાઇ ખાબડ, ઝંખનાબેન પટેલ, સંતોકબેન આરેઠીયા, રાજેશ ગોહિલ, પ્રતાપભાઇ દુધાત અને આનંદભાઇ ચૌધરી ઉપરાંત આમંત્રિત સભ્ય તરીકે શારદાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.