એસ.પી. સુનિલ જોષીએ નવ વર્ષ બાદ બદલીનો ગંજીફો ચીપયો
અબતક- વિનાયક ભટ્ટ- જામ ખંભાળિયા
દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં પોલીસ વડા સુનિલ જોષીએ લાંબા સમય બાદ બદલીનો ગંજીફો ચીપયો છે. જેમાં પોલીસ વડાએ એકસાથે ૩૪ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસવડા સુનિલ જોષી દ્વારા જિલ્લામાં વર્ષોથી એક જ જગ્યાએ ચિટકીને રહેલા પોલીસ કર્મીઓની સામુહિક બદલીઓના ત્રણેક રાઉન્ડ પછી એમ.ટી. દ્રાઈવરોની સામુહિક બદલીઓ કરીને એક સાથે ૩૪ કર્મીની બદલીઓ કરી છે.
ખંભાળિયાના દેસુર ગોજીયા, ઓખાના પ્રકાશ સોલંકી, કલ્યાણપુરના જયસુખ પરમાર, વિષ્ણુ વિઠ્ઠલભાઇ, એમ.ટી. વિભાગના જયદેવ મીઠાપરા, સંજય પરમાર, જયેશ મેઘનાથી, ભરત ભોયીયા, અશ્વિન હડિયલ અને સુમાત ચાવડાની બદલીઓ કરવામાં આવી છે.
એમ.ટી. વિભાગમાંથી ટ્રાફિક, એસ.ઓ.જી., ડીવાયએસપી, એલ.પી. કચેરીઓમાં તથા મીઠાપુર અને દ્વારકામાં બદલી થઈ છે. એમ.ટી. વિભાગમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લો થયા પછી છેક નવ વર્ષ બાદ બદલીઓ થઈ છે.