નૂતનીકરણ યોજનામાં રૂા.1 કરોડ 51 લાખ મુખ્ય નામકરણ દાતા અને 51 લાખ વિવિધલક્ષી હોલ નામકરણ, 25 લાખ ભોજન ખંડ, 21 લાખ લાયબ્રેરી હોલ, 15 લાખ અન્નપૂર્ણાગૃહ આ ઉપરાંત પ્લેટીનમ, ડાયમંડ, સિલ્વર દાતાશ્રેણી છે
અબતક, રાજકોટ
રાજકોટ શહેરની મધ્યમાં ઇ.સ.1908માં સ્વ.ત્રિભોવનદાસ પ્રાગજી પારેખે પોતાના ગૃહાંગણે વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા કર્યા બાદ માલવીયા પેટ્રોલ પંપ સામે વિશાળ જગ્યામાં ઉચ્ચ શિક્ષણ કાજે ત્રિભુવન ભુવન, ડો.પ્રાણજીવન મહેતા વિદ્યાર્થી ગૃહ અને સ્વ.હેમચંદ ધારશી વિદ્યાર્થી નિવાસ એમ ત્રણ વિભાગનું નિર્માણ થયા બાદ તા.18-2-1925ના રાજકોટ સ્ટેટના સ્વ.નામદાર ઠાકોર સાહેબ સર લાખાજીરાજ બહાદુરના પ્રમુખ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વરદ્ હસ્તે જૈન બોર્ડિંગનું ઉદ્ઘાટન કરાયું હતું. આશરે 113 વર્ષ જૂની સંસ્થામાં હજારો વિદ્યાર્થી ભણીગણીને આગળ વધ્યા છે. આવી જૈન બોર્ડિંગનું આમૂલ નવીનીકરણ કરી અતિ આધુનિક બનાવવાનું નક્કી કરાતાં પૂ.ધીરજમુનિ મ.સા.નો અનુગ્રહ પ્રાપ્ત કરેલ છે.
નૂતનીકરણ યોજનામાં રૂા.1 કરોડ 51 લાખ મુખ્ય નામકરણ દાતા અને 51 લાખ વિવિધલક્ષી હોલ નામકરણ, 25 લાખ ભોજન ખંડ, 21 લાખ લાયબ્રેરી હોલ, 15 લાખ અન્નપૂર્ણા ગૃહ, 11 લાખ લીફ્ટ, 11 લાખ ઓફિસ, 9 લાખ એકવીંગ (કુલ-4) અને રૂા.5 લાખ 55 હજાર એક રૂમ (કુલ-34 રૂમ) આ ઉપરાંત પ્લેટીનમ, ડાયમંડ, સિલ્વર દાતા શ્રેણી છે.
વિદ્યાદાન મહાદાન સૂત્રને સાર્થક કરવા સખાવતીઓને જિણોદ્વારના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે વિમલ પારેખ મો.નં.98242 60760નો સંપર્ક કરવા જણાવાયું છે.