આપ પાર્ટી મહિલા મોરચા દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આપવામાં આવ્યું આવેદન પત્ર
જેમાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવેદનપત્રમાં શહેરમાં ચાલતા કપલબોક્સ, સ્મોકિંગ ઝોન, હુક્કાબાર સામે પણ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે
પાસોદરામાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં જ ગળું કાપી હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા આવેદન આપી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ આપ પાર્ટી મહિલા મોરચા દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આરોપી સામે સમાજમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે આ ઘટના પાછળ પ્રત્યક્ષ, પરોક્ષ સામાજિક, મનોવૈજ્ઞાનિક વગેરે તમામ કણોની ઊંડાણ પૂર્વકની સધન તપાસ કરીને આવા કારણોને નિર્મૂળ કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ આવી ઘટનાઓ પાછળના અનેક કારણોમાંથી નશો એ મહદઅંશે મુખ્ય કારણ હોય છે.
આ ઉપરાંત શહેરમાં વધી રહેલા કપલ બોક્સ, સ્મોકિંગ ઝોન, હુક્કાબાર અને સ્પા પણ યુવાધનને બગાડવા અને અસમાજિક પ્રવુતિઓ માટે ઉતેજીત કરવાના કેન્દ્ર બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.