ભાવેશ ઉપાધ્યાય, સુરત
સુરત : ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ વી.ટી.ચોકસી.અંગેજી માધ્યમ પ્રાથમિક શાળામાં માઘી પૂર્ણિમા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્વામી પ્રણવાનંદજી મહારાજ ની પાલખી યાત્રા શાળાના મેદાનમાં કાઢવા માં આવી હતી જેમાં વિવિધ પહેરવેશ પહેરીને વિધાર્થી ઓએ ભારતીય સંસ્કૃતિ ની ઝાંખી દર્શાવી હતી ઉપરાંત સ્વામી પ્રણવાનંદજી મહારાજના જન્મદિવસની ઊજવણી સંસ્થાના અધ્યક્ષ સ્વામી અંબરીશાનંદજી ના સાનિધ્યમાં સમગ્ર ગુરુકુળ પરિવાર દ્વારા કરવામાં આવી.
પૂજનનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ભાવ ઉભો થાય અને બાળકોમાં સારા સંસ્કારનુ સિંચન થાય તેમજ ભારત સેવાશ્રમ સંધ ના પ્રણેતા સ્વામી પ્રણવાનંદજી મહારાજ વિશે બાળકો માહિતગાર થાય તેમજ સ્વામી શ્રી ના વિચારો પોતાના જીવનમાં ઉતારે.
આજે જ્યારે યુવાધન પશ્ચિમી કલ્ચર તરફ દોટ મૂકી રહ્યું છે ત્યારે દર વર્ષે આ દિવસની ઉજવણી કરી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ માટે આદર ભાવ ઉત્પન્ન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી.