વોર્ડ નં.૧૦માં એસએનકે સ્કૂલ પાસે રૂ .૯.૫૬ કરોડના ખર્ચે ૩૭૬૩ ચો.મી. જમીનમાં કોમ્યુનિટી હોલ અને મલ્ટી એકટીવીટી સેન્ટર બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: હોલમાં ૧૬ એસી અને નોન એસી રૂમની પણ સુવિધા હશે: ૨૨મીએ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલ પાસે ‚ા.૯.૫૬ કરોડના ખર્ચે ૩૭૬૩ ચો.મી.જમીનમાં ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ અને ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો મલ્ટી એકટીવીટી હોલ બનાવવામાં આવશે. આ માટે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી શુક્રવારે રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૦માં લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલની વ્યવસ્થા ન હોય ચાલુ સાલના બજેટમાં અહીં આધુનિક સુવિધાસભર કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ અને ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો મલ્ટી એકટીવીટી હોલ બનાવવામાં આવશે. દરેક ફલોર પર ડાઈનીંગ હોલ, કિંચન, વોશીંગ સર્વિસ, સર્વિસ લીફટ, મુખ્ય બે લીફટ, ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર અને સેલરમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. હોલ ભાડે રાખનારને ૧૬ એસી અને નોન એસી ‚મ, ટોયલેટ બાથ સાથેની સુવિધા મળશે, કુલ ૩૭૬૩ ચો.મી.ના ક્ષેત્રફળમાં આ કોમ્યુનિટી હોલ બનશે જેનો મુળ એસ્ટીમેન્ટ હતું. ૧૬.૨૦ ટકા ડાઉન ભાવથી શ્રીજી કૃપા પ્રોજેકટસ લીમીટેડે આ કામ ૯.૫૬ કરોડના ખર્ચે કરી આપવા તૈયારી દર્શાવી છે. આવતીકાલે મળનારી સ્ટે.ની બેઠકમાં આ નિર્ણય લેવાશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન જીડીસીઆર મુજબ કોમ્યુનિટી હોલમાં ૨૭૫૭૦ ચોરસ ફૂટનું પાર્કિંગ, ૩૮૧૦ ચોરસ ફૂટનું પ્રોવાઈડેડ પાર્કિંગ, ૨૦૦ કાર અને ૨૧૦ બાઈક પાર્ક થઈ શકે તે માટે સેલરમાં ૨૧૮૪૦ ચોરસ ફૂટનું પાર્કિંગ જયારે ૧૦૦ કાર અને અંદાજે ૨૫૦ બાઈક પાર્ક થઈ શકે તે રીતે ગ્રાઉન્ડ ફલોર પર ૨૦૧૮૭ ચોરસ ફૂટનું પાર્કિંગ બનાવવામાં આવશે. ફર્સ્ટ ફલોર પર ૧૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ બનાવાશે જેમાં ૧૭૮૫૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ રહેશે. વરવધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ અલગ ‚મની વ્યવસ્થા તેમજ ડાઈનીંગ હોલ, કીચન, સ્ટોર અને વોશીંગની વ્યવસ્થા રહેશે.જયારે સેક્ધડ ફલોર પર ૧૭૮૫૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો મલ્ટી એકટીવીટી હોલ બનાવવામાં આવશે. થર્ડ ફલોર પર ૧૯૨૪૦ ચોરસ ફૂટમાં ૧૬ એસી અને નોન એસી ‚મ એટેચ ટોયલેટ સાથે તથા ડોર મેટ્રીની વ્યવસ્થા રહેશે. ૩ માળમાં કુલ ૧,૧૮,૯૮૭ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવશે.આ ઉપરાંત કોમ્યુનિટી હોલ તથા મલ્ટી એકટીવીટી સેન્ટરમાં એનર્જી એફીસીયન્સી માટે સોલાર વોટર હિટર, એલઈડી લાઈટ તથા સંપૂર્ણ હવાઉજાસ મળી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે અને આધુનિક લેન્ડ સ્કેપ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આગામી ૨૨મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય તેઓના હસ્તે આ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.