સગીર વયની બાળઓ સાથે લગ્ન કરવાના રીવાઝ પર સરકારે કડકરીતે મનાઇ ફરમાવી છે પરંતુ કેટલાક સ્થળોએ આજે પણ આવા બાળ વિવાહ કરાવવામાં આવે છે ત્યારે હૈદરાબામાંથી 8 વિદેશી લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો સગીર છોકરીઓ સાથે લગ્ન કરવાના બહાને છોકરીઓના સોદા કરવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવાં મળ્યું હતું. આ તમામ આરોપીઓ ઓમાન અને કતાના રહેવાસી હોવાનુ ખુલ્યુ હતું. પોલીસે નિકાહ કરાવનાર ત્રણ કાજી સહિત અન્ય સ્થાનિક લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે હાલ કેસ નોંધીને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
આ અંગે મળેલ વધુ માહિતી મુજબ હૈદરાબાદ પોલીસે કાર્યવાહી કરતા ઓમાન અને કતારથી આવેલા 8 શેખોની ધરપકડ કરી છે. આ શેખો અહીંના કેટલાક વિસ્તારોની ગરીબ છોકરીઓની પોતાની સાથે લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. તમામ આરોપીઓની ઉંમર લગભગ 70વર્ષની આસપાસ છે, જે પોતાની જાતને ચુસ્ત રાખવા માટે શક્તિવધારનાર ઈન્જેક્શનો લેતા હોવનું પણ બહાર આવ્યુ હતુ. આ ઘટનામાં મુખ્ય આરોપીનું નામ ફરીદ છે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.
આરોપી ફરીદે દલાલો સાથે મળીને યુવતીઓનો સોદો કરતો હતો. શેખ પહેલા પીડિત છોકરીઓને પસંદ કરતા, જેના પછી તેમના નિકાહના બહાને સોદો કરવામાં આવતો હતો. પોલીસે આ કેસમાં ગેરકાયદેસર નિકાહ કરનાર ત્રણ કાજી સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને આ મામલાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં આવી ઘટનાઓ ઘણી વખત સામે આવતી રહે છે. અહીં ખાડીના દેશોથી આવનાર શેખ નિકાહની લાલચ આપીને છોકરીઓની ખરીદી કરે છે. છેલ્લા એક દિવસમાં એક પિતાએ પોતાની સગીર પુત્રીનો સોદો ઓમાનમાં રહેનાર એક બુઝુર્ગ શેખ સાથે કર્યો હતો. આ મામલો સામે આવતા પોલીસે તેમની પણ તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.