નવરાત્રિનું મહત્વ મહિલાઓ અને યુવતીઓમાં અલગ જ હોય છે. નવરાત્રીમાં 9 દિવસોમાં દરેક દિવસનો એક ડ્રેસ કોડ હોય છે.મહિલાઓ ખાસ પ્રકારના કપડાં પહેરીને પોતાની સુંદરતા વધારે છે.ઘણા લોકો નથી જાણતા કે નવરાત્રીના દરેક દિવસનું અલગ મહત્વ હોય છે અને તેની સાથે અલગ ભાવના જોડાયેલી હોય છે. નવરાત્રિનો દરેક દિવસ દુર્ગામાં ના એક રૂપ સાથે જોડાયેલુ છે. માં દુર્ગાના દરેક રૂપ એક ખાસ વિશેષતા છે.અને તેમના રૂપ અનુસાર 9 દિવસોમાં 9 અલગ-અલગ રંગના પોશાક પહેરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ રંગો વિષે…
1-લાલ કલર્સ…
નવરાત્રીના પહેલા દિવસને પ્રતિપદા કહેવામા આવે છે. આ દિવસે માં દુર્ગાના શેલપુત્રી એટ્લે કે પહાડો ની પુત્રી ના રૂપમાં પુજા કરવામાં આવે છે. માં દુર્ગાના ભગવાન શિવની સંગિની માનવમાં આવે છે. આ લાલ રંગ શક્તિ અને ઉર્જાને દર્શાવે છે. આથી નવરાત્રીના પહેલા દિવસે લાલ રંગના કપડાં પહેરવામાં આવે છે.
2-રોયલ બ્લૂ
બીજા દિવસે માં દુર્ગાના બ્રહ્મચારીની નું રૂપ ધારણ કરે છે. તે લોકોની સમૃદ્ધિ અને સુખ શાંતિની મનોકામના પૂર્ણ કરે છે. પીકોક બ્લૂ કલર આ દિવસે પહેરવામાં આવે છે જે શાંતિ અને ઉર્જાનું પ્રતિક છે.
3-પીળો
ત્રીજા દિવસે માં દુર્ગાની પુજા ચંદ્રઘંટાના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા પોતાના માથામાં અર્ધ ચંદ્રને ધારણ કરે છે જે બહાદુરી અને સુંદરતાનું પ્રતિક છે. ચંદ્રઘંટા રાક્ષસોના સંહાર કરવા માટે છે. આ દિવસે પીળા કલરના વસ્ત્રો પહેરવામાં આવે છે.
4-લીલો કલર
આ દિવસે દેવી દુર્ગા કૂષ્માંડાનું રૂપ લે છે . આ ડિયાવસે લીલા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. કૂષ્માંડાએ આ સંસારની રચના કરી હતી અને ધરતી પર હરિયાળી ફેલાવી હતી.
5-સ્લેટિયા
આ દિવસે માં દુર્ગા સ્કન્દમાતાનું રૂપ લે છે. આ દિવસે માં દુર્ગા પોતાના પુત્ર કાર્તિકને ઉઠાવે ને સંકટથી બચાવે છે. ગ્રે કલર એક માંનું સ્વરૂપ દર્શાવે છે. જે તેમના સંતાન પર આવતા સંકટને જાણી લે છે અને તેમની રક્ષા કરે છે .
6-ઓરેન્જ
આ દિવસે માં દુર્ગા કાત્યાયનીના રૂપમાં પૂજય છે. પોરણિક કથાઑ અનુશાર એક વાર કાતાએ દુર્ગાને પોતાની પુત્રીના રૂપમાં પામવા માટે તપસ્યા કરી હતી અને માં દુર્ગાએ ખુશ થઈને તેમની આ ઈચ્છા પૂરી કરી હતી. તેમણે કાતાની પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. આ દિવસે ઓરેન્જ કલર પહેરવામાં આવે છે જે સાહસનું પ્રતિક છે.
7-સફેદ
આ દિવસે માં દુર્ગા કાલરાત્રિના રૂપમાં પૂજાય છે. આ દુર્ગાનો સૌથી હિંસક રૂપ માનવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા આંખમાં ક્રોધ લઈને સફેદ કપડામાં પ્રગટ થાય છે. સફેદ કલર સેવા-પુજા અને શાંતિનું પ્રતિક છે અને આ દિવસે માં પોતાના ભક્તોની દરેક વિપદાથી રક્ષા કરે છે.
8-ગુલાબી
આ દિવસે ગુલાબી રંગ પહેરવામાં આવે છે. આ દિવસે માં દુર્ગા બધા પાપોનો નાશ કરે છે. આ કલર આશા અને નવી શરૂઆતને દર્શાવે છે.
9- લાઇટ બ્યુ
આ દિવસે માં દુર્ગાના સિધ્ધીદાત્રી રૂપને પૂજવામાં આવે છે. દુર્ગા માં આ દિવસે લાઇટ બ્લૂ કલરના વસ્ત્રોમાં જોવા મળે છે આથી આ દિવસે લાઇટ બ્લૂ કલર પહેરવામાં આવે છે.