પરિવાર માતાના મરણની ઉતર ક્રિયામાં ગયો ને ઘરે તસ્કરો ત્રાટક્યા ઉનામાં નવા પી.આઇ. નુ આગમન થતા જ ઘરફોડ ચોરીનો પ્રથમ ગુન્હો
અબતક, ચિંતન ગઢીયા, ઉના
ઉના તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી રહી છે અને દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં બે સ્થળો પર તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છેપ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકા અને શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે તેમજ ઠંડીની સાથે જ તસ્કરો જાણે પોલીસની ટાઢ ઉડાડવા મેદાને ઉતર્યા હોય તેવી ચોરીની ઘટનાઓ સામે આવે છે તસ્કરોએ પણ રહેણાક મકાનોને નિશાન બનાવવા નુ શરૂ કરી દીધું છે જેમાં કોઈ પણ જાતના પોલીસના ડર વગર છેલ્લા પાંચ દિવસોમાં બે ચોરીના બનાવો બન્યા છે.
જેમાં સોની બજારમાં જવેલર્સ ની દુકાન ધરાવનાર અને વર્સિંગપૂર રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટી મા રહેતા ભરત ભાઈ ગોરધન ભાઈ ધાનક (સોની) તેમના માતાનું મરણ થયેલ હોય જેમની ઉત્તરક્રિયા માટે મોરડિયા ગામે ગયેલ હોય અને ઉના ઉત્તરક્રિયા નાં સામાન ખરીદી કરી ઘરે આંટો મારવા જતા ઘરના દરવાજા અને બેડરૂમ મા રહેલ તેજુરી નાં તાળા તુટેલ જોવા મળ્યા હતા જેમાં તસ્કરો દ્વારા ઘર માંથી અંદાજિત ચાર તોલા સોનાના નાના મોટા દાગીના અને 12 હજાર રૂપિયા જેટલી રોકડ રકમ ની ચોરી કરી નાસી છૂટયા હતા આમ ઉના શહેરમાં પાંચ દિવસમાં ચોરીનો બીજો બનાવ બનતા સ્થાનિક રહીશો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસની કામગીરી સામે ઘોર બેદરકારી દેખાઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.