18,301 એક્ટિવ કેસ, 105 દર્દીઓની હાલત નાજુક: 14ના મોત
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ હતી હોય તેવા એંધાણ આવી રહ્યા છે. એક સમયે રાજકોટ શહેરમાં નોંધાતા કેસ હવે રાજ્યભરમાં નોંધાતા તંત્ર અને જનતામાં હાશકારો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં 18 હહર જેટલા એક્ટિવ કેસ અને 105 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તો ગઈ કાલે વધુ 14 દર્દીઓના વાયરસે ભોગ લીધા છે.
રાજ્યમાં 38 દિવસ બાદ 2 હજારથી ઓછા કેસ થઈ ગયા છે. આજે 24 કલાકમાં 1883 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે. આજે 500 5 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 97.60 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 6 જિલ્લા અને 2 મહાનગરમાં આજે 14 મોત નોઁધાયા છે.
રાજ્યમાં સતત 13 દિવસથી નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 105 દર્દી થઈ ગયા છે. અગાઉ 5 ફેબ્રુઆરી સુધી સતત 9 દિવસ 30થી વધારે દર્દીના મોત નોંધાતા હતા.
એક સમયે કોરોનાની ત્રીજી લહેરએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો હતો. સતત 20 હજાર પોઝિટિવ કેસ અને 30 દર્દીઓના મોત નોંધાતા હતા. તો મકટર રાજકોટ શહેરમાં જ 2000થી વધુ કેસ નોંધાતા હતા. જ્યારે ગઈ કાલે રાજ્યમાં જ 2000થી ઓછા કેસ નોંધાતા હાશકારો થયો છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 668 કેસ નોંધાયા છે તો 3 દર્દીના મોત થયા છે. જયારે વડોદરામાં પણ વધુ 282 કેસ અને 4 દર્દીના મોત થયા છે. તો સુરત સિટીમાં 73 કેસ અને 1 દર્દીનું મોત જયકરે રાજકોટ શહેરમાં 47 પોઝિટિવ કેસ અને એકપણ દર્દીનું મોત થયું ન હતું.