ઇન્કમટેક્ષમાં ઇ-ફાઇલીંગ રિર્ટન બાદ થતા ફેસલેસ એસેસમેન્ટમ અને અપીલમાં શું લીટીગેશન વધવાની શકયતા
નવું ઇન્કમટેક્ષ પોર્ટલ 7 જુન 2021એ આવ્યું હતું જેમાં 6.2 કરોડથી વધુ ઇન્કમટેક્ષ રીર્ટન ફાઇલ થયા છે અને ર1 લાખથી વધુ ટેક્ષ ઓડીટ રીપોર્ટ ફાઇલ થયેલા છે.
ઇન્કમટેક્ષના નવા પોર્ટલમાં એસેસમેન્ટ વર્ષ 2021-22 માં આઇ.ટી.આર 1 (2.97 કરોડ) ટોટલ રીર્ટનના 48 ટકા છે. આઇ.ટી.આર.-ર (56 લાખ) ટોટલ રીર્ટનના 9 ટકા છે. આઇ.ટી.આર-3 (83 લાખ) ટોટલ રીર્ટનના 13 ટકા છે. આઇ.ટી.આર.-4 (1.66 કરોડ) ટોટલ રીર્ટનના 27 ટકા છે અને બાકીના આઇ.ટી. આર-પ (11.3 લાખ) આઇ.ટી.આર-6 (5.2 લાખ) અને આઇ.ટી.આર. 7 (1.41 લાખ) છે.
સરકારે ઇન્કમટેક્ષ રીર્ટન તથા ઓડીટ માટે જાન્યુઆરીમાંથી 1પ માર્ચ 2022 સુધી રીર્ટન ફાઇલ કરવાની તારીખ વધારી હતી તથા ટેક્ષ ઓડીટ રીપોર્ટ અને ટ્રાન્ફર પ્રાઇઝીંગ ઓડીટ રીપોર્ટ હિસાબી વર્ષ 2020-21 નો 1પ ફેબ્રુઆરી 2022 સુધી કરવામાં આવેલ હતો.
આઇ.ટી.આર.-1 (સહજ) રીર્ટન એ નાના તથા મઘ્યમ કરદાતાઓ માટે સરળ ફોરમેટમાં ઉપલબ્ધ છે. જેમાં સહજ ફોર્મ-એ ઇન્ડીવ્યુડયુલની આવક પ0 લાખ સુધીની હોય અને તેની આવક પગાર, વ્યાજ તથા અધર સોર્સ માંથી હોય તે ફાઇલ કરી શકે છે. આઇ.ટી . આર-4 સુગમ ફોર્મ એ ઇન્ડી વ્યુડયુલ, એચ.યુ.એફી અને પેઢી જેની ટોટલ આવક પ0 લાખ સુધી ધંધાની આવક કે જે બીઝનેશ એનડ પ્રોફેશનના હેડ નીચે દર્શાવામાં આવે છે. તે વર્ગ સુગમ ફોર્મ ફાઇલ કરી શકે છે.
આઇ.ટી.હઆર.-3 કે જે લોકોની આવક ધંધા અને વ્યવસાયના હેડ નીચે નફો અથવા નુકશાન કરતા હોય તે ફાઇલ કરી શકે છે. જો કે, આઇ.ટી.આર.- પ,6 અને 7 ફોર્મ કંપની એલ.એલ.પી., ટ્રસ્ટ કે અન્ય માટે ઉપલબ્ધ છે.