કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદમાં વિસ્તૃત છણાવટ કરશે, ‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’ વિષય પર યોજનારા પ્રબુઘ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લેશે: બપોરે રાજકોટ એઇમ્સની મુલાકાત લઇ સમીક્ષા બેઠક: પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસનું ઉદ્ધાટન કરશે
અબતક, રાજકોટ
કેન્દ્ર સરકારના બે કેબીનેટ મંત્રી અને ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા તથા પુરૂષોતમભાઇ રૂપાલા આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાત પર છે. તાજેતરમાં કેન્દ્રીછય નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટ અંગે તેઓ અલગ અલગ શહેરોમાં પત્રકાર પરિષદ અને પ્રબુઘ્ધ નાગરીક સંમેલનમાં વિસ્તૃત છણાવટ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રી મનસુખ માંડવીયાએ આજે રોજ બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય, કોબા, ગાંધીનગર ખાતે ‘આત્ભનિર્ભર અર્થવ્યવસ્થા’ પર પત્રકાર પરિષદને સંબોધી હતી.
સાંજે પ વાગ્યે દિનેશ હોલ, અમદાવાદ ખાતે બુઘ્ધિજીવી સંમેલનમાં ભારતની આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય પર પ્રબુઘ્ધ નાગરીકો સાથે વિસ્તૃત સંવાદ કરશે.આવતીકાલે રવિવારે રાજકોટ ખાતે સવારે 11 કલાકે રાજકોટ ખાતે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર પત્રકાર પરિષદ સંબોધશે. ત્યરબાદ 11 કલાકે રાણીંગા સમાજ વાડી હોલ, રાજકોટ ખાતે બુઘ્ધિજીવી સંમેલનમાં દેશની આગળ ધપતી આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે શહેરના પ્રબુઘ્ધ નાગરીકો સાથે સંવાદ કરશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા આવતીકાલે એઇમ્સ રાજકોટના પરાપીપળીયા ખંઢેરી ખાતેના કેમ્પસની પ્રગતિની મુલાકાત લેશે અને નીરીક્ષણ કરશે તેમની નિયત મુલાકાત અંદાજે બપોેરે 1 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે.નિરીક્ષણ દરમિયાન આરોગ્ય મંત્રીને કેમ્પસની મુલાકાતે લઇ જવાશે, જેમાં તેના ધર્મશાળા બિલ્ડીંગમાં તાજેતરમાં શરુ થયેલ ઓપીડીની
મુલાકાત સામેલ રહેશે અને તેના પછી પ્રોજેકટના વિવિધ પાસાઓ અને સ્થિતિ વિશેનું વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. માનનીય મંત્રીની સાથે જાહેર પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના અધિકારીઓ પણ જોડાશે. તેઓનું એઇમ્સ રાજકોટ ખાતે એકિઝકયુટીવ ડીરેકટર, ડે.કલેકટર (એડ મિનિસ્ટ્રેશન) ફેકલ્ટી મેમ્બર્સ અને વિઘાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
કેન્દ્ર-રાજય સરકારના મંત્રીઓ બે દિવસ સુધી બજેટના લાભા લાભ સમજાવશે
સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં મંત્રીઓની પત્રકાર પરિષદ અને પ્રબુઘ્ધ નાગરિક સંમેલન
અબતક, રાજકોટ:
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને ગત 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજુ કર્યુ હતું. બજેટ ભારતના રપ વર્ષના વિકાસની રૂપરેખા સાથે તૈયાર કરવામાં આવ્યું છે બજેટમાં દેશને આધુનિકતા તરફ લઇ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. આજથી સતત બે દિવસ સુધી ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેન્દ્ર તથા રાજય સરકારના મંત્રીઓ બજેટના લાભ લાભની સમજ આપશે પત્રકાર પરિષદમાં બજેટની ખૂબીઓ વર્ણવશે અને પ્રબુઘ્ધ નાગરીક સંમેલનો પણ યોજાશે. આજ બપોરે ર કલાકે રાજય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને પ્રદેશ ભાજપના સહ પ્રવકતા ડો. ઋવિજભાઇ પટેલ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાશે અને સાંજે પ કલાકે વડોદરાના દિપ ઓડિટોરિયમ ખાતે પ્રબુઘ્ધ નાગરીક સંમેલન યોજાશે.
જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા તથા પ્રદેશ ભાજપ પ્રવકતા યમલભાઇ વ્યાસ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે. અને સાંજે પ કલાકે અમદાવાદમાં દિનેશ હોલ ખાતે પ્રબુઘ્ધ નાગરીક સંમેલનને સંબોધશે. રાજયના મંત્રી જગદીશ પંચાલ તથા અમદાવાદના કોર્પોરેટર જૈનિકભાઇ વકીલ બપોરે જુનાગઢના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી સાંજે 6 કલાકે શિવમ પાર્ક પ્લોટ ખાતે પ્રબુઘ્ધ નાગરીક સંમેલનને સંબોધશે. જયારે ભાવનગર ખાતે બપોરે 1ર કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને પ્રદેશ સી.એ. સેલના સંયોજક ઉર્વીશભાઇ શાહ બપોરે પત્રકાર પરિષદ સંબોધશે અને સાંજે 6 કલાકે પ્રબુઘ્ધ નાગરીક સંમેલનમાં બજેટની વિસ્તૃતછટાવટ કરશે.
દરમિયાન આવતીકાલે સવારે 11.30 કલાકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા અને રાજય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધશે અને બપોરે 4 કલાકે પ્રબુઘ્ધ નાગરીકો સાથે સંમેલન યોજાશે. જામનગર ખાતે કાલે બપોરે રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને પ્રદેશ સી.એ. સેલના સંયોજક નરેશભાઇ કેલ્લા પત્રકાર પરિષદને અને ત્યાર બાદ સાંજુે ધીરુભાઇ અંબાણી વાણીજય ભવન ખાતે પ્રબુઘ્ધ નાગરીક સંમેલનને સંબોધશે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા તથા પ્રદેશ ભાજપ આર્થીક સેલના સંયોજક પ્રેરકભાઇ શાહ રાજકોટમાં રાણીંગવાડી ખાતે કાલે સવારે સૌ પ્રથમ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત છણાવટ કરશે અને ત્યારબાદ પ્રબુઘ્ધ નાગરીક સંમેલનને સંબોધશે.