બિન પરંપરાગત ઉર્જા ની આવશ્યકતા અને વપરાશ વધારાની શરૂઆત કૃષિક્ષેત્ર થીજ કરવાની કવાયત માં ક્રૂડ અને ડીઝલથી ચાલતા “છુક છુકિયા” હવે થઈ જશે ભૂતકાળ
અબ તક રાજકોટ
પરિવર્તન સંસારનો નિયમ છે… ખેતીમાં બળદગાડા ની જેમ હવે ઓઇલ એન્જિન ભૂતકાળ બની જશે, સરકાર દ્વારા ખેતી માં ડીઝલ ની જગ્યાએ પુન પ્રાપ્ય ઊર્જા ના ઉપયોગ ને લઈને ૨૦૨૦ સુધીમાં ની જગ્યાએ ઊર્જાના ઉપયોગ માટે કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રીએ ગઇકાલે જણાવ્યું હતું કે ખેતીમાંથી હવે ડીઝલનો વપરાશ આગામી બે વર્ષમાં સંપૂર્ણપણે બંધ થઈ જશે, તેમણે દેશના તમામ રાજ્યોને આ અંગે એક પદ્ધતિસર યોજના બનાવવાના આદેશ આપ્યા છે.
મંત્રીએ તાજેતરમાં જ ઊર્જા વિભાગના સચિવો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી ,દેશમાં કાર્બન ઉત્સર્જન ઓછું થાય અને ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે-સાથે ઉર્જાની બચત ના કેવા કેવા પગલાં લઈ શકાય ? તેના પર ચર્ચા થઈ હતી, સરકાર દ્વારા ઊર્જાની અછત ને પૂરી કરવા માટે પુન પ્રાપ્ય ઊર્જા ના ઉપયોગ નુંવલણ અપનાવવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય તે માટે નવેમ્બર ૨૦૨૧ માં યોજાયેલ ગોગ્લાસ બેઠકમાં ભારતે ૨૦૩૦ સુધીમાં કાર્બનિક ક્ષેત્રે ૫૦૦વોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, કેન્દ્રીય મંત્રી ના સચિવ આલોકકુમાર એ દરેક રાજ્યના ઉર્જા વિભાગ સાથે સહકારની અપેક્ષા સાથે આગામી બે વર્ષમાં જ ખેતીમાં વાપરવામાં આવતા ડીઝલ એન્જિન ની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના અને તેના અમલ માટેના આયોજનની તૈયારી આદેશો આપી દીધા છે.
એ પણ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ એક જમાનામાં ડીઝલ એન્જીન બનાવવાનું હબમાનવામાં આવતું હતુ સૌરાષ્ટ્રની અનેક ડીઝલ કંપનીઓએ દેશ-પરદેશમાં નામ કમાંવ્યું હતુંજોકે રાજકોટે ડીઝલ એન્જિન ના ઘટતા જતા ઉપયોગને લઈને ઇલેક્ટ્રોનીક મોટરો અને અન્ય મશીનરી બનાવવાનું શરૂ કર્યું છે ડીઝલ એન્જિન નો જમાનો હવે આગામી બે વર્ષમાં જ ભૂતકાળ બની જશે