૧૪૦૦ ‚ની ગાંસડીમાં આગ લગાડી વિમો પકવવાનું કાવત્રુ રચનાર સાત શખ્સો સામે નોંધાતો ગુનો
જસદણનાં બાયપાસ પાસે ગોરધન ઘેલા છાયાણીના ગોડાઉનમાં રાખેલી કપાસનીક ગાંસડીમાં આગ લગાડી વિમો પકાવવાનો પ્રયાસ કરી ખાનગી બેંકને રૂ.૨.૬૬ કરોડની છેતરપીંડી કરવામાં સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ રહેતા અને આઈડીબીઆઈ બેંકના મેનેજર મોહમદ ચાંદ પાલા ગફારભાઈ એ જસદણના બાયપાસ પાસે ગોરધનઘેલા છાયાણીના ગોડાઉનમાં કપાસની ગાંસડીનો વેપાર કરતા શંભુ ભુવા રામાણી, બાબુ ભાયા રામાણી, સંજય ખીમજી રામાણી, મનસુખ ખીમજી, રવજી ભુવા, મહેન્દ્ર ગીરડા અને અશોક ધાંધલ સહિત સાત શખ્સોએ રૂ.૨.૬૬ લાખની બેંક સાથે છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઉપરોકત સાત શખ્સો કપાસની ગાંસડીની લે વેચનો ધંધો કરતા હોય તેમણે આઈડીબીઆઈ બેંકમાંથી ૧૪૦૦ ગાંસડી પર લોન લીધી હતી.
બાદ પેઢીના સંચાલકો દ્વારા ૧૪૦૦ પૈકી કપાસની ગાંસડીનું વેચાણ કરી અને વેચેલ ગાંસડી જેટલી ખરાબ ‚ની ગાંસડી ભરી મૂકે દઈ અને ગોડાઉનમાં આગ લગાડી વિમે પકવાનો પ્રયાસ કરી બેંકને પેઢીના સાત સંચાલકો દ્વારા રૂ.૨.૬૫ કરોડનો ચુનો લગાડવાનો પ્રયાસ કર્યા ફરિયાદમાં જણાવ્યું હતુ.જસદણ પોલીસ મથકના સ્ટાફે સાત શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.