મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સિમેન્ટ રોડનું લોકાર્પણ,ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત અને એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા આગામી શુક્રવારે ત્રિવિધ કાર્યક્રમનું ગ્રામ સ્વરાજ મંડળ પારડી, ૨૭-નેશનલ હાઈવે, સર્વોદય સોસાયટી, શાપર-વેરાવળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે સિમેન્ટ રોડનું લોકાર્પણ અને ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ સાથે એસોશીએશનની વાર્ષિક સાધારણ સભા પણ યોજાનાર છે. જેની વિગત આપવા એસો.ના ઉપપ્રમુખ અમૃતભાઈ ગઢીયા, રતિભાઈ સાદલીયા, રસિકભાઈ સુરેજાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજય સરકારના ઉધોગખાતાની ક્રિટીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ અનન્યવયે રૂ.૫૩ કરોડના ખર્ચે જેમાં ૬૦ ટકા સરકાર, ૨૦ ટકા રૂડા અને ૨૦ ટકા ઉધોગકારોના સહયોગથી બનેલ ૪૬ કિ.મી.ના આંતરીક સિમેન્ટનું લોકાર્પણ તેમજ રૂડા દ્વારા ફાળવવામાં આવેલ જમીન પર એસોસીએશનના સ્વખર્ચે નિર્માણ થવા જઈ રહેલા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. આ સાથે શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોશીએશનની વાર્ષિક સાધારણસભા યોજાશે.
કાર્યક્રમનું દીપ પ્રાગટય બાલાજી વેફર્સવાળા ચંદુભાઈ વિરાણી, વલ્લભભાઈ વડાલીયા, પરેશભાઈ પટેલ, જયંતીભાઈ ચાંદ્રા અને અરવિંદભાઈ પટેલ કરશે.
મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, મૌલેશભાઈ ઉકાણી, ડી.કે.સખીયા, કલેકટર ડો.વિક્રાંત પાંડે, ભાનુબેન બાબરીયા, નિલેશભાઈ વિરાણી, કમલેશભાઈ મિરાણી, ડી.એસ.પ્રજાપતી, પી.બી.પંડયા સહિતના ઉપસ્થિત રહેશે.
રાજ બેંક, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, રાજકોટ કિચનવેર મેન્યુ. એસોસીએશન, હડમતાલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ બિલ્ડર એસોસીએશન, મેટોડા જીઆઈડીસી એસોસીએશન, લઘુ ઉધોગ ભારતી, જય સરદાર યુવા ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, ઉપપ્રમુખ અમૃતભાઈ ગઢીયા અને અનિલભાઈ ભોરણીયા તેમજ સેક્રેટરી વિનુભાઈ ધડુકે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.