બોલરોની ચુસ્ત બોલિંગના પગલે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 44 રને મ્હાત આપી
અબતક, અમદાવાદ
ત્રણ મેચની સીરીઝ પૈકી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ મેચ અને બીજો મેચ જીતી સિરીઝ અંકે કરી છે. બીજા વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ખૂબ જ સારી બોલિંગ કરી ભારતીય ટીમને ખુબ ઓછા રન એટલે કે 237 રન પર જ સીમિત રાખ્યું હતું. 238 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ની જીત નિશ્ચિત લાગતી હતી પરંતુ ભારતીય બોલર પ્રસિદ્ધ સહિતના અન્ય બોલરોએ ઘાતક બોલિંગ કરી વેસ્ટ ઇન્ડીઝને 193 રનમાં જ સીમિત રાખ્યું હતું અને 44 રને મેચ જીતી સિરીઝ પર કબજો પણ મેળવ્યો હતો.
ભારતીય ટીમે ઓપનિંગ જોડીમાં રોહિત શર્મા સામે રિષભ પંતને તક આપી હતી પરંતુ રોહિત,રિસભ અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ અને કે એલ રાહુલ એ બાજી સંભાળી હતી અને ભારતને સારો એવો ટોટલ આપવા માટે મહેનત પણ કરી હતી. સૂર્ય કુમાર યાદવે અર્ધી સદી ફટકારી ટીમનું મનોબળ મજબૂત બનાવ્યું હતું તેમ છતાં ભારતીય ટીમ નવ વિકેટ ની નુકશાની એ માત્ર અને માત્ર 237 રન જ બનાવી શકી હતી.
એક સમય એવું પણ લાગતું હતું કે, ભારત બીજો વન ડે કદાચ હારી જશે કારણ કે વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ સ્કોર ખૂબ જ નાનો લાગતો હતો પરંતુ જે રીતે ભારતીય બોલરોએ બોલિંગ કરી તેને ધ્યાને લઇ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ને માત્ર 193 રન જ બનાવી શકી હતી અને 44 રને ભારતનો વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે બીજો વન-ડે જીત્યા બાદ ભારતે ત્રણ મેચની સિરીઝ 2-0 થી જીતી લીધી છે.ભારતે વેસ્ટ ઈંડિઝ સામેની વન ડે શ્રેણી જીતતા હવે ત્રીજી ઔપચારિક વન ડે 11 ફેબુ્રઆરીએ રમાશે, આ ભારતીય ટીમ કદાચ તેના બેનચ ખેલાડીઓને તક આપે તો નવાઈ નહીં. એ સૌથી મોટી વાત ભારત માટે એ છે કે ભારતે તેનું મિડલ ઓર્ડર મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે.