અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના તરઘરી ગામના હીરપરા પરિવારે સાંસ્કૃતિક રૂઢી પરંપરા ની ઝાંખી કરાવતો લગોત્સવ યોજી શણગારેલા બળદગાડામાં જાન જોડી જયસુખભાઈ હિરપરા ના પુત્ર ખુશાલ ના લગ્ન સનાળી ગામે ધીરુભાઈ મુજપરા ની પુત્રી ક્રિષ્ના સાથે યોજાયા હતા આ લગ્નોત્સવ ની જાને આકર્ષણ નું કેન્દ્ર બની દાયકા ઓ પહેલાની જૂની રૂઢિ પરંપરા ને આબેહુબ તાદ્રશ્ય કરાવ્યું હતુ.
કુંકાવાવ નજીક આવેલ તરઘરી ગામના હીરપરા પરિવારે શણગારેલા બળદ ગાડામાં સનાળી મુકામે જાન પરણવા ગઈ સાદુ બળદ ગાડું પણ આજે દેખાતું નથી ત્યારે બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને બળદો ની ઝુલો શોધી શિંગ શણગાર એકઠો કરી આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો પ્રયત્ન હીરપરા પરિવાર સફળ કરી બતાવ્યુ પુત્રના લગ્નની જાન બળદ ગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરત કામથી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડી ઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા અને બળદગાડાની જાડેરી જાન તરઘરી થી સનાળી આવી પહોંચતા ખૂબ ખુશી વ્યાપી ગઈ લગ્ન બળદ ગાડામાં થયા હોય તેવી વડીલો પાસે રસપ્રદ વાતો સાંભળી આનંદિત થતા અને બળદગાડામાં લગ્ન કેવી થતાં હશે? કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે ? એ વાતોમાં રસ પડતો હોય છે અને એક લગ્નવાચુકો માં તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાન જોડીને લગ્ન કરવા છે ત્યારે આવી ધરોહર જૂની રૂઢિ પરંપરા અને સંસ્કૃતિ ને જાળવી રાખતો હીરપરા પરિવારે પુત્ર ના લગ્ન માં તેમના સપનું સાકાર કરવાનો અવસર મળ્યો હતો.