ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,ધારાસભ્ય સંગીતાબેન પાટીલ,સુરતના મેયર હેમાલીબેન બોઘવાલા સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ સહીત ના આગેવાનો ઉપસ્થિત
સુરત એરપોર્ટ (Surat international Airport )ખાતે ઘણા લાંબા સમયથી સીઆઈએસએફની (CISF) માંગ કર્યા બાદ મળેલી મંજૂરી પછી પણ ચાર્જ આપવામાં આવ્યો ન હતો , પરંતુ આખરે આજથી સીઆઇએસએફ એરપોર્ટ સુરક્ષાનો ચાર્જ સંભાળી લેશે. સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ ની સાથે સાથે કસ્ટમ એન્ડ નોટિફાઇટ એરપોર્ટ જાહેર થતાની સાથે જ સીઆઇએસએફ સિક્યોરિટીની (Security) માંગ કરવામાં આવી રહી હતી.
કેન્દ્ર સરકારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને સોંપવાનો નિર્ણય લેવા સાથે બીસીએએસને સીઆઇએસએફને કયા પ્રકારની સુવિધા આપી શકાય તે બાબતો સરવે કરવા સૂચન કર્યું હતું . જે સર્વે બાદ આપેલ માહિતીના માહિતીના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જરૂરિયાત મુજબના સ્ટાફ અને તેમનુ કામ તેમજ રહેવાની વ્યવસ્થા અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા .
સુરત એરપોર્ટ પર કુલ 360 પ્રશિક્ષિત સીઆઇએસએફના પુરૂષ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે . સીઆઇએસની સુરક્ષા આજથી શરૂ થશે તેની સાથે કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે . જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 % ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા , સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોનું પાલન કરવામાં આવેલ છે .
ઉલ્લેખનીય છે કે , પોલીસ સુરક્ષા દરમિયાન અનેક વખત સ્થાનિક નેતા હોય કે અધિકારીઓ રોકટોક વગર એરપોર્ટમાં અવર જવર કરી લેતા હતા . સાથે સાથે કેટલાક લોકો તો નેતાની સાથે અંદર પણ ઘૂસી આવતા હતા તેવા સમયે એરપોર્ટ સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા હોવાની ફરિયાદો પણ પાછલા સમયમાં ઉઠી હતી . પરંતુ હવે સીઆઇએસએફ જે સ્પેશ્યલી તેમની વિંગ એરપોર્ટ સુરક્ષા માટે ટ્રેન છે તેઓ સુરત એરપોર્ટની જવાબદારી સંભાળી લેશે.
રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે.
ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1 લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે છતાં આ સિક્યોરિટી નહીં મળવાથી આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જેને હવે સંતોષી લેવામાં આવી છે.