અબતક, નવીદિલ્હી
ભારત-ચીન સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં સર્જાયેલા હિમપ્રપાત મા ભારતીય સેનાના સરહદે ફરજ પર તૈનાત સાત જવાનો ની શહીદી ની ઘટના એ સુરક્ષા ક્ષેત્રે ભારે ગમગીની ફેલાવી છે,સેના દ્વારા ચીનની સરહદે એલઓસી પર 14500 ફૂટની ઊંચાઈએ પશ્ચિમ પશ્ચિમ કેમેંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું રવિવારે એકાએક બદલાયેલા હવામાન વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદીય વિસ્તારમાં ભારે હિમપ્રપાત સર્જાયો હતો એલઓસી પર તેના સાત જવાનો ગુમ થયા હોવાની ઘટના સામે આવતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
હિમપ્રપાત મા ગુમ થયેલા જવાનો માં હવાલદાર જુગલકિશોર જવાનોમાં રાકેશ સિંગ, અં ભારદ્વાજ, વિશાલ શર્મા, અક્ષય પઠાણીયા, અરુણ કતલ અને ગુરુ ભજન સિંઘ નો સમાવેશ થતો હતો ભારતીય સૈનિકો ને ચીન અને પાકિસ્તાનની સરહદ પર ફરજ તેનાત કરવામાં આવ્યા હતા પિયા કી ગલતોરો , પાકિસ્તાન સાથે પૂર્વ લદાખ અને અરુણાચલ પ્રદેશ ની ચીનની સરહદે એક હજાર જેટલા સૈનિકો માં 35 અધિકારીઓ અત્યાર સુધી 1984થી લઈને આજદિન સુધી જાન ગુમાવી ચૂક્યા છે.
રવિવારે આવેલા હિમપ્રપાત મા સૈનિકો ગુમ થયાના અહેવાલોને પગલે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમોને કામે લગાડવામાં આવી હતી અને બરફમાંથી સાતૈય જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા અરુણાચલ પ્રદેશ અત્યાર સુધી અનેક સૈનિકો ને ભરખી ચૂકી છે ત્યારે રવિવાર ની ઘટના માં શહીદ થયેલા તમામ સાત જવાનોના મૃતદેહ મળી આવતા ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ વિધિની તૈયારીઓ કરી વડા પ્રધાન સેનાધ્યક્ષ સંરક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોએ જવાનોને અંજલી આપી હતી