મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ. મંગળવારની રાતે લૈંડિંગ સમયે સ્પાઇસ જેટ વિમાનનું વ્હીલ રનવે પર લપસી ગયું હતું. અને વિમાન રનવેથી દૂર જતું રહ્યું હતું. વિમાન સંખ્યા SG-703 વારાણસીથી મુંબઇ આવી રહ્યું હતું. જ્યારે વિમાનની લૈંડિંગ થઇ તો તેનું એક વ્હિલ લપસી ગયું હતું. મુંબઇમાં ભારે વરસાદના કારણે રનવે ભીનું થઇ ગયું હતું. અને આ કારણે વ્હિલ લપસી ગયું હતું. આ ફ્લાઇટમાં 183 યાત્રીઓ સવાર હતા. અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાના પગલે મુંબઇ એરપોર્ટ પર આવતી-જતી ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે. રાત્રે 10 વાગ્યા પછી થોડો સમય એરપોર્ટ પર ફ્લાઇટનો આવન-જાવન બંધ રખાઇ હતી.