ભારત રત્ન સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ૬ ફેબ્રુઆરી રવિવારે સવારે લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. કોરોનાના કારણે અને ત્યારબાદ ન્યુમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે કાલે તેમની હાલત અત્યંત નાજુક હતી.ત્યારબાદ આરોજ લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે.
દેશ વિદેશમાં પોતાની ફેન ફોલોવીંગ ધરાવનાર લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ગોવામાં મંગેશી ગામથી હતા જેથી તેમની અટક મંગેશકર પડી અને બાળપણમાં તેમનું નામ હેમા હતું.
36 ભાષામાં ગાયા છે હજારો ગીતો
કોકિલાકંઠી લતા મંગેશકર 92 વર્ષના હતા. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત ‘આયેગા આને વાલા’થી ઓળખ મળી હતી.
લતા મંગેશકરે પોતાની કારકિર્દી દરમિયાન વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.
લતાજીનું સંગીત ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.