વિજ્ઞાન સાથે વણાયેલો આ તહેવાર કોઇપણ શુભ પ્રસંગો માટે અતિ મહત્વ પૂર્ણ
આજે વસંત પંચમીએ હિન્દુ ધર્મનો ખૂબ મહત્વ પૂર્ણ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ અહેવાલ મહાસુદ પાંચમે ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનના પ્રતિક માતા સરસ્વતીજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આ સાથે વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને વસંત પંચમી સરસ્વતી પંચમી અને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. સાથે સાથે વસંત પંચમી એટલે જ્ઞાન, વિદ્યાનું પંચામૃત પણ કહે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર વસંત પંચમીનો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો પ્રાગટય દિવસ છે માં સરસ્વતિનો પ્રાગટય દિવસ છે. માં સરસ્વતિને જ્ઞાન સંગીત અને કલાની દેવી પણ કહેવામાં આવે છે. એટલા માટે ભકતજનોમાં સરસ્વતીજીનું પુજન અર્ચન કરે છે.
સુષ્ટીની રચના તેમજ કામદેવ અને રતીનું મિલન આજે થયું હોવાની જયોતિષ શાસ્ત્રોનો મત
એમ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે શ્રૃષ્ટિની રચના થઇ હતી આ દિવસે વસંત પણ આવે છે જે આપણા જીવનમાં ખુશીઓ લાવે છે. આજના દિવસે લોકો સંપૂર્ણ વિધી પૂર્વકમાં સરસ્વતીની પૂજા કરાય છે. બાળકો માટે અભ્યાસ શરુ કરવા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે.જેથી શાળા-કોલેજોમાં આ સરસ્વતિનું પુજન અર્ચન કરવા ઉપરાંત કોઇપણ ક્ષેત્રના કલાકારો પણ શ્રઘ્ધાપૂર્વક ઉજવણી કરી ધન્યતા અનુભવે છે. એક માન્યતા પ્રમાણે કોઇપણ શુભ કાર્યો કરવા માટે વસંત પંચમી ખુબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જયોતિષ ભાષામાં કહીએ તો આજે એટલે કે વસંત પંચમી એટલે વણ જોયું મુહુર્ત જેથી મોટાભાગે લગ્નના મુહુર્ત આજે હોય શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં માંગલીક પ્રસંગોનો જમાવડો જોવા મળે છે.
વસંતને ઋતુઓનો રાજ પણ કહેવામાં આવે છે બીજી એક માન્યતા મુજબ વસંત પંચમી એટલે કામદેવ અને તેના પત્ની રતીનું મિલન થાય છે જેથી લગ્નો માટે શ્રેષ્ઠ મુહુર્ત છે અને જીવ સૃષ્ટિમાં નવા જીવો ઉત્પન થાય છે. આ સમયે પૃથ્વીએ એક નવતર રૂપ ધારણ કર્યુ હોય છે વૃક્ષો ઉપર ફૂલો અને નવી કુંપણો ફુટે છે. વિવિધ ફૂલોની સુગંધથી ધરા મહેકી ઉઠે છે. ઉપરાંત ખેતરોમાં ખેડૂતોએ જે મહેનત કરી.
હોય તે ધાન્યતા બીજના કુંપણ ફુટે છે. જેથી ખેડુતોમાં પણ આનંદ ઉત્સાહ વધી જાય છે.જો કે આપણા હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો વિજ્ઞાન સાથે વણયેલા હોય છે તેમાં વસંત પંચમીનું એક વેજ્ઞાનિક કારણ જોઇએ તો વસંત પંચમી પછી ધીમે ધીમે ગરમીની શરુઆત થાય છે ત્યારે આપણા શરીરમાં ઠંડકની જરુર પડે તો ગુલાબ છાંટવાથી અને ઠંડાઇ પીવાથી શરીરમાં ઠંડક મળે છે અને ગરમી સામે લડવાની શકિત મળે છે. આમ વિદ્યાની દેવી સમસ્વતીની પુજન અર્ચનથી વિદ્યા કલા અને સામાજીક જીવનમાં પ્રગતિ ઉપરાંત ખેડુતોમાં આનંદ ઓચ્છવ ઉપરાંત લગ્નસરાનો અનેરો ઉત્સાહ લોકોમાં ઉમંગથી શકિતનો સંચાર થાય છે.