જે જિલ્લામાં કોરોનાની પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય તેવા જિલ્લામાં શાળાઓ ખોલવી નાખવી જોઈએ : કેન્દ્ર
કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ બાળકોને ન આપવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એ વાત અંગે સૂચનો પણ આપવામાં આવ્યા છે કે જેમાં જે જિલ્લામાં કોરોનાના પોઝિટિવ રેટ 5 ટકાથી ઓછો હોય તો તે તમામ જિલ્લાઓમાં શાળાઓ ખોલી નાખવામાં આવી જોઈએ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવા જોઈએ. ઓફલાઈન ની અવેજીમાં જે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થયા છે.
પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હાલ કોરોના ના કેસો માં ઘટાડો આવતાની સાથે જ 11 જેટલા રાજ્યોમાં શાળાઓ ખોલી નાખવામાં આવી છે. કોરોના હવે પેંડેમીક નહીં પરંતુ સરકાર દ્વારા તેને એપેડેમિક જાહેર કરી દેવું જોઈએ. એ છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેનાથી સરકારની સાથોસાથ વિદ્યાર્થીઓના ભાવિ ને પણ ઘણાં પ્રશ્નો ઊભા થયા છે જો શાળાઓ આગામી સમયમાં પણ બંધ રાખવામાં આવશે તો તેની વિપરીત અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર જોવા મળશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યારે 5 ટકાથી ઓછા પોઝિટિવ કેસ ધરાવતા 268 જિલ્લાઓ છે જે પૈકી માત્ર 11 જિલ્લાઓ જ કાર્યરત થયા છે નિશાળો ખોલવામાં ત્યારે આગામી સમયમાં બાકી રહેલા તમામ જિલ્લાઓને કેન્દ્ર સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે આ તમામ જિલ્લાઓમાં જે નિશાળો બંધ છે તેને ઝડપથી શરૂ કરવામાં આવે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા જે નીતિ નિયમો છે તેને અનુસરી શિક્ષણ કાર્ય હાથ ધરાય.
હાલ શિક્ષણ કાર્ય બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓની જાતે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં વિદ્યાર્થીઓના વ્યવહારમાં પણ ઘણો બદલાવ આવ્યો છે ત્યારે હવે એ સ્થિતિનું નિર્માણ થયું છે કે જો નિયત સમયમાં શાળાઓ ખોલવામા નહીં આવે તો સામે ઘણા પ્રશ્નો ઊભા થશે અને વિદ્યાર્થીઓને ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડશે.
બીજી તરફ વિદ્યાર્થીઓ માટે જે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઇ ઘણા 95% જેટલા શિક્ષકો રસી લઈ લીધેલી છે જેથી હવે વિદ્યાર્થીઓ ઉપર એક પણ પ્રકારનું જોખમ ઉભો થા તું નથી જેથી સરકારે તમામ શાળાઓને ચાલુ કરવી ખૂબ જરૂરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં પણ એ જ ચીજ વસ્તુઓ જોવા મળશે.