અબતક, રાજકોટ
વર્ષ 2022નું બજેટ સરકારે આગામી 25 વર્ષને ધ્યાને લઇ બનાવ્યું છે, જે નવાયુગ અને અતિઆધુનિક ટેકનોલોજી માટે જરૂરી સાબિત થશે
કેન્દ્ર સરકાર અને નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ નું મહત્વ અન્ય બજેટની સરખામણીમાં ખૂબ જ વધુ અને મહત્વનું છે. આ બજેટથી ઇન્વેસ્ટમેન્ટ સાયકલ અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પૂર્ણ રૂપથી વેગ મળશે. એટલું જ નહીં ડિજિટલ અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ નવા અને વિકાસ લક્ષી બદલાવો જોવા મળશે. દેશનું બજેટ હમે લાંબા સમય માં દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટેનું હોય છે ત્યારે રજૂ થયેલું બજેટમાં અનેક પરિબળો એ પ્રકારે રજૂ કરવામાં આવ્યા છે જેનાથી ભારત અને દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસિત થશે.
ડિજિટલ અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ અનેક વિકાસલક્ષી બદલાવો મળશે જોવા
કેન્દ્ર સરકાર દ્વારા પ્રોડકશન લિંક ઈન્સેન્ટિવ સ્કીમ, એર ઇન્ડિયાનું વેચાણ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ અને નવા સ્ટાર્ટઅપ ને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેને જોતાં આગામી વર્ષમાં ભારતનું અર્થતંત્ર ખૂબ વેગવંતુ બનશે. આગામી દિવસોમાં ચૂંટણી નો માહોલ પણ જોવા મળશે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇને વર્ષ 2022 નું બજેટ અને રીતે મહત્તા ધરાવે છે. એ વાત સાચી છે કે બજેટથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ રહેતી હોય છે પરંતુ આ વર્ષનું બજેટ મુખ્યત્વે રિકવરી ઉપર અને ’કે’ સેપ ઇકોનોમી માટે નું છે. દેશની નામાંકિત કિરણ મહેતા એન્ડ કંપની મુંબઈમાં સ્થાઈ છે તેને પણ ને અનુલક્ષી પોતાના વિચારો રજૂ કર્યા છે જેમાં કંપનીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપભેર આગળ વધશે અને વેગવંતુ બની રહેશે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે ડિજિટલ ઇકોનોમીને પ્રમોટ કરશે સરકાર
મેક્રો ઈકોનોમી, ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન, રોકાણ ના પરિબળો ને ધ્યાને લઇ નાણામંત્રી દ્વારા વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવેલું છે. એટલુંજ નહીં વૈશ્વિક પરિસ્થિતિ ને ધ્યાને લઇ નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે આગામી 25 વર્ષ અને ધ્યાને લઇ રજૂ કરાયું છે.
અમે 25 વર્ષ માટે ભારતને વિકસિત બનાવવા માટેના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેમાં સરકાર દ્વારા જે રીતે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને લઇ તે દિશામાં વધુ ને વધુ વિકાસ થાય એ જાણવું પણ એટલો જ જરૂરી છે ત્યારે યોગ્ય પરિણામ મળી રહે તે માટે દરેક ક્ષેત્રમાં સરકાર ઊંડાણ પૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમૃત કાલ ખરા અર્થમાં ખેડૂતો ,મહિલાઓ, યુવાનો આ વર્ગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
એવીજ રીતે ભારત દેશમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે પબ્લિક રોકાણ ને પણ સૌથી મોટી તક આપવામાં આવશે.જે પીએમ ગતિશક્તિ અને મલ્ટી મોડલ એપ્રોચ સાથે સુસજ્જ થશે.
ઉત્પાદકતા વધારવા ઉત્પાદન ક્ષેત્રે નવું રોકાણ, એનર્જી ટ્રાન્ઝિસન ના તમામ પગલાઓ ને સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવ્યા છે. આ બજેટ નું મુખ્ય કારણ એ છે કે જે રીતે લીટીગેશન ના પ્રશ્નો સામે આવતા હતા તે પ્રશ્નોનું સત્વરે નિવારણ થાય અને યોગ્ય રીતે આર્થિક વિકાસ ભારત દેશનો શક્ય બને તે દિશામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કંપનીના થાપો દ્વારા એ વાતની પણ ચર્ચા કરવામાં આવી હતી કે વર્ષ 2022 નું બજેટ નવા યુગ અને નવી ટેકનોલોજીને આજે હશે અને તે દિશામાં સતત પગલાઓ ભરવામાં આવશે.