માસની પુર્ણાહુતિએ કર્મચારીને ચુકવવાનો પગાર પણ તળિયા ઝાટક
અબતક, સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
વિકાસના કામોને વેગ આપવાની વાતો વચ્ચે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કરોડો રૂપિયાના દેવામાં હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા અનેક વર્ષો નું લાઇટ બિલ બાકી હોય જેને લઇને પીજીવીસીએલ દ્વારા પાલિકાને નોટિસ આપવામાં આવી છે બીજી તરફ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા સંચાલિત સમસાન ની ઈલેક્ટ્રીક ભઠ્ઠી પણ છેલ્લા અનેક સમયથી બંધ હાલતમાં છે.
તેવા સંજોગોમાં જે કોન્ટ્રાક્ટરો એ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરો તેમજ અન્ય વિકાસના કામો કર્યા છે તેમના કરોડો રૂપિયાના બિલ હજુ સુધી પાલિકાતંત્ર ચૂકવી શક્યું નથી ત્યારે અનેક યોજનાકીય પાલિકા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ તથા વિકાસના કામોના બિલો હજુ સુધી બાકી છે તેવા સંજોગોમાં સ્વભંડોળ નગરપાલિકાનું સતત નીચે જઈ રહ્યું છે
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ પોતાના માટે નવી કાર ખરીદી કરી લીધી છે 12 લાખના ખર્ચે લકઝુરિયસ કાર નગરપાલિકાના પ્રમુખે સ્વભંડોળ ના ખર્ચમાંથી કરી છે. એક તરફ કરોડો રૂપિયાની દેવાદાર બનેલી નગરપાલિકા સામે ખર્ચાઓ વધતા જઈ રહ્યા છે ટેક્સની આવક તથા અન્ય જે આવક થઈ રહી છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે જે ટેક્સ વિભાગમાં શહેરી વિસ્તારમાં પોતાની આવડત અને કુનેહની થી સારી એવી આવક કરતા હતા તે કર્મચારીઓને હવે નગરપાલિકા બહાર સાઈડ કરી નાખવામાં આવ્યા છે જેને લઇને નગરપાલિકાની આવકમાં સતત ઘટાડો થયો છે.
ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દેણા વચ્ચે હવે ફક્ત સુરેન્દ્રનગર નગરપાલિકા નું સ્વભંડોળ માત્ર એક કરોડ રૂપિયાનું બચ્યું છે હવે જાન્યુઆરી માસનો પગાર કર્મચારીઓને ચુકવણી કરવામાં આવે તો તેનો ખર્ચ 1.60 કરોડ રૂપિયાનો થઇ રહ્યો છે હવે બાકીના પૈસા આવશે ક્યાંથી તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે બીજી તરફ લાઈટ બિલ કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના બાકી બીલો તેમજ અન્ય જે પરચુરણ ખર્ચો છે તેના પૈસા પાલિકા ક્યાંથી લાવશે તે પણ એક સવાલ છે.
ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પાલિકા નો ખર્ચ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે જરૂરિયાત વગર ના કર્મચારીઓને કામે પણ નગરપાલિકામાં રાખવામાં નહીં આવે અને અન્ય ખર્ચાઓ પણ ઘટાડવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે પીજીવીસિએલ તંત્રના ઇલેક્ટ્રિક બિલ બાકી છે તે પણ આગામી દિવસોમાં ચૂકવવાનો પ્રયાસ પાલિકા હાથ ધરશે અને કોન્ટ્રાક્ટરો નાણાં જે કામગીરી ના બાકી છે તેમને પણ થોડા સમય ગાળામાં નગરપાલિકાને આવક થશે ત્યારબાદ ચૂકવી આપવામાં આવશે.
હાલની પરિસ્થિતિ મુજબ નગરપાલિકાનું સ્વભંડોળ તળિયાઝાટક થઇ ગયું છે હવે કર્મચારીઓ ના પગાર ના પણ શાશા નગરપાલિકા માં પડ્યા છે તેવા સંજોગોમાં પાલિકા પ્રમુખ નવી ગાડી લાખો રૂપિયાના ખર્ચે લઈ આવતા હાલ આ વિશય ચર્ચા ન બન્યો છે.