દાદા અને પિતાના ગુણ વારસામાં હોય તેમ 40માંથી 39 ગુણ મેળવ્યા: ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું
તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલી સામાન્ય જ્ઞાનની સ્પર્ધામાં ગુજરાતનો ડંગો ધો.3ના વિદ્યાર્થીએ વગાડ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર શાશ્વત આર.જાનીએ બીજો ક્રમાક મેળવ્યો હતો. જ્યારે ભારતમાં તેને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો. આ અદ્ભૂત પ્રદર્શનના મૂળ રાજકોટમાં પણ જોડાયા છે. શાશ્વત જાનીને આ ખિતાબ માટે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ આવી રહી છે.
રાજકોટમાં સાઇબર ક્રાઇમના સીસીટીવી વિભાગમાં ફરજ બજાવતાં નિરંજનભાઇ જાની અને ગાંધીનગર ડીજી ઓફિસમાં લોએન ઓર્ડરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં તેમના પુત્ર રવિરાજ જાનીના ગુણ વારસાગત ઉતર્યા હોય તેમ શાશ્વત જાની નાની ઉંમરેથી જ પોતાની કલાકારી ગરીમા અદ્ભૂત પ્રદર્શન કરી રહ્યો છે.
ગાંધીનગરની કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરતા શાશ્વત જાની તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલાં એસઓફ-ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલ્યમ્પાઇડ નામની પરિક્ષામાં ભાગ લીધો હતો. જેમાં શાશ્વત જાની અદ્ભૂત પ્રદર્શન કરીને પોતાના જ્ઞાનનો પરચો બતાવ્યો હતો. શાશ્વત જાનીએ આ 40 માર્કસની પરિક્ષામાં 39 ગુણ મેળવ્યા હતા. જેના કારણે તેનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બીજો ક્રમ આવ્યો હતો જ્યારે ભારતભરમાં તેનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. શાશ્વતની આ અદ્ભૂત સિદ્વિ બદલ તેને ઠેર-ઠેર શુભેચ્છાઓની સાથેસાથે રોકડ પુરસ્કાર, સિલ્વર મેડલ અને આ પ્રતિયોગીતાનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતું.
દાદા અને પિતાની ફરજના ગુણ જાણે શાશ્વતને વારસામાં મળ્યા હોય તેમ પરિવારજનોની કેળવણી અને જ્ઞાનથી મદદથી ખૂબ જ નાની ઉંમરે મોટા પરિણામ મેળવવામાં સફળતા મળી રહી છે. શાશ્વતના આ અદ્ભૂત પ્રદર્શનથી તેણે ન ફ્ક્ત રાજકોટ કે ગુજરાત પરંતુ વિશ્વભરમાં ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું.