સામગ્રી
-એક વાડકી ચણાની દાળ
-એક ચમચી ચણાનો લોટ
-એક ચમચી ક્રશ કરેલું લીલું મરચુ
-મીઠું સ્વાદ અનુસાર
-ચપટી હળદર
-પાણી જરૂર મુજબ
-પા ચમચી ખાવાનો સોડા
-સંચળ જરૂર મુજબ
-શેકેલા જીરાનો પાઉડર જરૂર મુજબ
-મરી સ્વાદ અનુસાર
-એક ડુંગળી ઝીણી સમારેલી
-ઝીણી સેવ જરૂર મુજબ
-બેથી ત્રણ ચમચા માખણ
-ચટણી માટે કોથમીર
-એક ખમણનો ટુકડો
રીત : સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરાને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી વસ્તુ મિક્સર નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.