અબતક, રાજકોટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સયુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં સૌ પ્રથમ સીધી રાજ્યકક્ષાની અંડર 11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી યોજાઇ હતી. જેમાં વિવિધ 10 પ્રકારની ઇવેન્ટથશે.આ મીટમાં કુલ 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારાં ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે.
વિવિધ 10 ઇવેન્ટ: વિજેતાઓ પર 11 લાખના ઇનામોની વર્ષા
ભાગ લેવા ઇચ્છતાં બાળકો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટ www.cugujarat.ac.in/indexપર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.જો કોરોના નિયંત્રણમાં હશે તોસંભવત: આ સ્પર્ધા ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં યોજાઈ શકે છે, જેની આગામી સમયમાં જાહેરાત કરાશે. વર્ષ 2036નો ઓલિમ્પિક ભારતના યજમાન પદે યોજાવાની સંભાવના છે, ત્ આ મીટમાં ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કૂદ, ઊંચી કૂદ, 60 મીટર દોડ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 60 મીટરની વિધ્નદોડ સ્પર્ધાઓ થશે. અંડર-9 અને અંડર-11 એમ બે શ્રેણીમાં આ સ્પર્ધા યોજાશે. ખેલાડીઓએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.