અબતક-દિલ્હી
બિહારમાં લશ્કરનું એરક્રાફ્ટ તૂટતા ગ્રામજનોએ તુરંત દોડી જઇ કામગીરી હાથધરી હતી. ટ્રેન અથવા કારને ધક્કા મારવાની વાતો સાંભળી કે જોઈ હશે પણ એરક્રાફ્ટ તૂટતા જ લોકોએ બે જવાનોને સુરક્ષિત કાઢી એરક્રાફ્ટને ઊંચકીને મુખ્ય માર્ગ સુધી પહોચાડ્યું હતું.

લશ્કરનું એક માઈક્રોલાઈટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં તૂટી પડ્યું હતું. નજીક આવેલા બિગહા ગામના એક ખેતરમાં એ તૂટી પડ્યું હતું. એને લીધે એરક્રાફ્ટના એક વ્હીલને નુકસાન થયું હતું. આ પ્લેન ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા બે જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યાર બાદ સૌ સાથે મળી આ એરક્રાફ્ટને માર્ગ સુધી લઈ ગયા હતા.

બે જવાનોને પણ ગ્રામજનોએ સુરક્ષિત બહાર કાઢ્યા

અગાઉ એરક્રાફ્ટ જમીન પર પડતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતાં લશ્કરના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકમાં જ એરક્રાફ્ટના તમામ પાર્ટ્સને ખોલી લેવામાં આવ્યા. આ પ્લેન તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એરક્રાફ્ટની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં જાનહાનિ સર્જાય નહીં.
માઈક્રોલાઈટ એરક્રાફ્ટને ઓછી ઊંચાઈ પર તાલીમ આપવામાં આવે છે. દુર્ઘટના બાદ એરક્રાફ્ટ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામીણો માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અન્ય ગામના લોકો પણ અહીં પહોંચ્યા હતા. નજીક જતાં જાણવા મળ્યું કે તેમાં બે લોકો ફસાયા છે. આ સંજોગોમાં સ્થાનિક લોકોએ બન્નેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિ વાસુદેવ પાસવાને કહ્યું હતું કે ગામની અંદર આ ઘટના બની હોય તો જાનહાનિ થઈ શકી હોત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.