અબતક-રાજકોટ
બાવન પત્તાની રમતમાં જોકર કોણ સાબિત થશે?
ગાંધીનગરના સાંસદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે સાંજે 7 કલાકે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે ગાંધી આશ્રમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ ખાસ હાજરી આપશે. સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાતના સાંસદો સાથે બેઠક યોજાશે.
આવતીકાલે ગાંધી આશ્રમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે: સાંજે ગુજરાતના સાંસદો સાથે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ચાણક્ય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. આજે સાંજે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે અમિત શાહનું આગમન થશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે આવતીકાલે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે. દરમિયાન સોમવારથી લોકસભા અને રાજ્યસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ બજેટ સત્રમાં ગુજરાતના પ્રશ્ર્નો ઉઠાવવા અંગે આવતીકાલે સાંજ ગૃહમંત્રી ગુજરાતના લોકસભા તથા રાજ્યસભાના સાંસદો સાથે બેઠક યોજશે અને વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરશે.
ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉત્તરપ્રદેશને ફતેહ કરવા સતત એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ખૂબ જ વ્યસ્તતા વચ્ચે આજથી બે દિવસ માટે તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.