રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે ભરતી આજથી આશરે ત્રણ વર્ષ આગાઉં પણ જાહેર કરવામાં આવી હતી પરતું EWS અને કોરોનાના કારણે તેમાં ઘણું મોડુ થયું છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
હવે તલાટી કામ મંત્રીની ભરતી સેન્ટ્રલાઇઝ થઈ
પહેલા તલાટી કામ મંત્રીની ભરતી દરેક જિલ્લા મુજબ કરવામાં આવતી હતી અને જિલ્લા વાઇઝ મેરીટ લિસ્ટ બનાવીને પસંદગી પ્રક્રિયા કરવામાં આવતી હતી, પરતું હવે તેની જગ્યાએ હવે એક જ મેરીટ લિસ્ટ બનશે અને તેમાં વધારે માર્કસ વાળા વિદ્યાર્થીને પસંદગીના જિલ્લામાં અગ્રિમતા આપવામાં આવશે.
ભરતીમાં મહત્તમ વયમર્યાદા માં 3 વર્ષની મળી છૂટછાટ
પહેલા ભરતીની મહત્તમ વયમર્યાદા 33 વર્ષ હતી જેમાં 1+2=3 વર્ષની વધારાની છૂટછાટ મળી છે એટલે કે હવે મહત્તમ વયમર્યાદા 36 વર્ષ છે અને દરેક કેટેગરી મુજબની જે વયમર્યાદાનું છૂટછાટ મળતી હતી તે પણ મળવા પાત્ર રહેશે
શૈક્ષણિક લાયકાત
ધો. 12 પાસ અથવા તો ગુજરાત સરકાર દ્વારા ધો. 12 પાસ સમકક્ષ
અનામત
આ ભરતીમાં મહિલઓને તેમની કેટેગરી મુજબ અનામત આપેલ છે જેમાં કુલ મળીને 1130 જેટલી જગ્યાઓ મહિલાઑ માટે અનામત છે, EWS, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(OBC), શેડ્યુલ કાસ્ટ(SC) અને શેડ્યુલ ટ્રાઈબ(ST)ની અનામત રાજ્ય સરકારના અગાઉ મુજબ જ રહેશે, માજી સેનિકો માટે 330 જગ્યા અનામત આ ઉપરાત વિધવા મહિલાઓ અને દિવ્યાંગો માટે પણ અનામત સીટો રાખેલ છે.
ફોર્મ ભરવાની શરૂઆત અને છેલ્લી તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત તા.28-1-2022 થી જ્યારે છેલ્લી તારીખ 15-2-2022 રહેશે આ ભરતીનો ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે.
લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા
100 માર્કની OMR પદ્ધતિ મુજબની પરીક્ષા લેવામાં આવશે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે
તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ (Talati Cum Mantri Syllabus) :-
૧) જનરલ નોલેજ – ૫૦ માર્ક્સ.
જેમાં સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, રમતો, ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
૨) ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ – ૨૦ માર્ક્સ.
૩) અંગ્રેજી વ્યાકરણ – ૨૦ માર્ક્સ.
૪) ગણિત – ૧૦ માર્ક્સ.
OMR પદ્ધતિમાં દરેક સાચા જવાબદીઠ 1 ગુણ મળશે, જ્યારે દરેક ખોટા જવાબદીઠ, છેકછાક કે ખાલી છોડેલા જવાબ દીઠ -0.33 આવેલા માર્કસ માથી બાદ કરવામાં આવશે, જો કોઈ પ્રશ્નનો જવાબ ના આપવો હોય તો “E” NOT ATTEMPTED ફરજિયાત ટીક કરવું પડશે તો જ માર્કસ કપાશે નહીં, સાચા ગુણ માથી માઇનસ થયેલા ગુણ બાદ પ્રાપ્ત થતાં ગુણ માન્ય ગણાશે.
દરેક કેટેગરીના ઉમેદવારમાંથી સૌથી ઊચા ગુણ ધરાવતા ઉમેદવારને મેરીટના આધારે નિમણૂક આપવામાં આવશે
પગાર ધોરણ
પ્રથમ 5 વર્ષ માટે 19950/- ફીક્સ પગાર આપવામાં આવશે અને ત્યારબાદ કાયમી કરવામાં આવશે.