માંડવા ગામે કુળદેવી માતાજીના દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત
અબતક,રાજકોટ
માણાવદરના ચીકલોદરા ગામે રહેતા વૃદ્ધ દંપતી માંડવા ગામે કુળદેવી માતાજીના દર્શન કરી બાઇકમાં પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવા અને ચિકલોદરા નામ વચ્ચે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે.
બનાવની મળતી માહિતી મુજબ માણાવદરના ચિકલોદરા ગામે રહેતા રાજસીભાઈ અમરશીભાઈ ભેટારીયા (ઉ.વ ૬૪)એ પોતાના પત્ની જ્યોતિબેન ભેટરીયા સાથે માંડવા ગામે પોતાના કુળદેવી માતાજીના દર્શને ગયા હતા જ્યાંથી દંપતિ દર્શન કરી ચિકલોદરા ગામે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં રાજશીભાઇ ભેટારીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજશીભાઇ ભેટારીયાને તાત્કાલિક સારવાર માટે માણાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ રાજસીભાઈએ રસ્તામાં દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં રાજશીભાઈ ભેટારીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે રાજસીભાઈ ભેટારીયા પોતાના પત્ની જેતીબેન સાથે માંડવા ગામે કુળદેવી માતાજી દર્શન કરવા ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે બાટવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે