અબતક, દર્શન જોશી

જુનાગઢ

ગિરનાર પર્વત ઉપર આવેલ ભૈરવ જપ ટોચ પર ગણતરીની મિનિટોમાં એક સ્પાઇડરમેનની જેમ એક સાહસિક અને શ્રદ્ધાળુ યુવકના ચડાણ અને ધૂપ દીપનાં તાજેતરમાં વાયરલ થયેલા વિડિયો બાદ જંગલ ખાતા એ પટ્ટા ઝાટકી સેવાદાસજી બાપુુની  જગ્યાના શ્રધ્ધાળુ સેવક ે તેને આવતી કાલે હાજર કરવા  વનવિભાગ શોધીી રહ્ય હોવાના સમાચારો મળીી રહ્યા છે. જેન લઇને જૂનાગઢના બુદ્ધિજીવીઓ તથા શ્રધ્ધાળુ ભાવિકોમા નારાજગી અને રોષ ભભૂકયો છે.

જે વિડીયો વાયરલ થયેલ છે તે પ્રેમભાઈ કથીરિયાને ગઈકાલથી વનવિભાગ શોધી રહ્યું છે અને તેમને નોટિસ પાઠવવા કે વનવિભાગના કાયદામાં આવતી કોઇ કલમ સબબ કાર્યવાહી હાથ ધરવા માટે આજે વન વિભાગની કચેરી ખાતે તેડા મોકલવામાં આવ્યા છે. જેની સામે જૂનાગઢના બુદ્ધિજીવીઓ અને શ્રધ્ધાળુ ભાવિકો ભક્તજનોમાં ભારે રોષ સાથે નારાજગી ફેલાઈ છે અને જૂનાગઢના પ્રબુદ્ધ લોકો આજે આ બાબતે વનવિભાગના અધિકારીઓને મળી ઉગ્ર રજૂઆત કરે તેવા સમાચારો સાંભળી રહ્યા છે બીજી બાજુ ભૈરવ જપ ઉપર પૂજા-અર્ચન કરનાર પ્રેમ કથીરિયા સામે વન વિભાગે કાર્યવાહી કરવાને બદલે સરકાર તંત્ર અને સંતો મહંતો તથા ભાવિક ભક્તજનો દ્વારા પ્રેમ કથીરિયાની સેવા ભક્તિને ધ્યાને લઇ તેમને સન્માનિત કરવા જોઇએ તેવી પણ લાગણી અને માગણી ઉઠવા પામી છે.

જૂનાગઢના વડાલ ગામના અને સેવાભાવી દેશી સ્પાઇડરમેન પ્રેમભાઈ કથીરિયા સામે વન તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થાય તેવા સંદેહ સાથે જૂનાગઢના પ્રબુદ્ધ લોકો દ્વારા વન વિભાગ સામે અનેક આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે અને પ્રેમ કથીરિયાના સપોર્ટમાં જૂનાગઢના પ્રબુદ્ધ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાઇરલ થયા છે જેમાં જણાવાયુ છે કે, ભૈરવ જપ ટુંક ઉપર પૂજા-અર્ચન કરનાર શ્રદ્ધાળુએ કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય તો વન વિભાગ 25 વર્શ સુધી ક્યાં હતુંં ?? આ તમારી બેદરકારી છે જેનું તમે સરેઆમ પ્રદર્શન અને સાબિતી આપી છે. કારણ કેેેે આ શ્રદ્ધાળુ જ્યાં કોઈ સેવા પૂજાા કરવાાજઈ શકતું  નથી  ત્યાં 25 વર્ષેથી પૂજા-અર્ચન કરતાા આવેલ છે.

બીજી બાજુ સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ મેસેજ માં આજે સરદાર બાગ ફોરેસ્ટ ઓફિસમાં આ સેવકનાં સમર્થનમાં લોકોને હાજર રહેવા અને ગિરનાર ક્ષેત્રનાં તમામ સંતો, મહંતો, સેવકો, શ્રધ્ધાળુઓ, વેપારીઓને ફોરેસ્ટ ઓફીસમાં હાજર રહી આ સેવા અને સેવકનું સમર્થન કરવા અને તંત્ર ની આ નોટિસ કે તમામ કાર્યવાહી સામે રજૂઆત કરવા અનુરોધ કરાયો છે.

દરમિયાન જૂનાગઢના સિનિયર મહિલા ધારાશાસ્ત્રી હેમાબેન સુકલે જણાવ્યું છે કે, વાયરલ થયેલ વિડિયોમાં રહેલા વડાલ ગામના શ્રદ્ધાળુ દ્વારા ભૈરવ જપનાં ચઢાણની કલ્પના જ ધ્રુજાવી દેનારી છે અને ત્યાં કોઇ જ મદદ, આશા કે અપેક્ષા વગર 25 વર્ષથી અવિરત પૂજા કરવી, તથા આ મુક સેવકની આ અશક્ય, અઘરી, અવિરત સેવા બદલ જુનાગઢનાં કલેકટર, રાજ્ય સરકાર, જુનાગઢની જનતા, સેવાકીય સંસ્થાઓ, હિન્દુત્વવાદી સંગઠનો અને ખાસ તો ભવનાથ અને ગિરનાર ક્ષેત્રનાં તમામ સંતો, મહંતો દ્વારા જાહેર સન્માન કરી આર્થિક પુરસ્કાર પ્રદાન કરવામાં આવે તે માંગ કરી છે, તથા  આપણી ગિરનાર ભક્તિ, સંસ્કૃતિ, અને સેવાકીય પ્રવ્રુત્તિઓનું પણ સન્માન ગણાશે તેમ સમર્થનમાં જણાવ્યું છે. સાથોસાથ આજે સરદાર બાગ ફોરેસ્ટ ઓફિસમાં આ સેવકનાં સમર્થનમાં લોકોને હાજર રહેવા અને ગિરનાર ક્ષેત્રનાં તમામ સંતો, મહંતો, સેવકો, શ્રધ્ધાળુઓ, વેપારીઓને ફોરેસ્ટ ઓફીસમાં હાજર રહી આ સેવા અને સેવકનું સમર્થન કરવા અને તંત્ર ની આ નોટિસ કે તમામ કાર્યવાહી સામે રજૂઆત કરવા અનુરોધ કરાયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.