મગફળીનો પણ મબલખ પાક ઉતરશે
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની ખરીફ સિઝનમાં કુલ ૮૫ લાખ ૭૬ હજાર હેકટર જમીનમાં અનાજ, કઠોળ-મગફળી, તેલિયિબાં, કપાસ સહિતના અન્ય પાકોનું વાવેતર થતું હોય છે. ગત ૨૦૧૬ની સિઝનમાં અત્યાર સુધીમાં ૮૩.૫૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતુ પરંતુ આ વખતે તો સારો વરસાદ થયા બાદ રાજ્યમાં ૮૪ લાખ ૨૪ હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે. જોકે, રાજ્યમાં તે કુલ વાવેતર સામે ૧.૫૨ લાખ હેકટર ઓછું છે. અનાજમાં ૧૦૦ ટકાથી વધુ, કઠોળમાં ૧૦૭ ટકા, મગફળીમાં ૧૧૫ ટકા, વાવેતર થયું છે. જેના કારણે જ ગુજરાત સરકારે અનાજ, કઠોળ, મગફળી સહિત તેલિબિયાંના બમ્પર પાકની શક્યતા ઉભી થઈ છે.
જેમાં ૨૭.૭૬ લાખ મેટ્રિક ટન અનાજ, ૪.૮૪ લાખ મે.ટન કઠોળ સહિત કુલ ૩૨.૬૦ લાખ મેટ્રિક ટન ધાન્ય, ૩૨.૬૫ લાખ મે.ટન મગફળી સહિત ૪૫.૩૯ લાખ મે.ટન તેલિબિયાંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. એવી જ રીતે કપાસની ૭૩.૬૦ લાખ મે.ટન ગાંસડીનું ઉત્પાદન થશે એમ મનાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે ડાંગર, અનાજ, કઠોળ, મગફળી, તેલિબિયા, કપાસ સહિતના વિવિધ પાકોના વાવેતર અને ઉત્પાદનનો પ્રથમ અંદાજ વ્યક્ત કરાયો છે. એમ કહી શકાય કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-પાટણ સહિત કેટલાક જિલ્લાના કેટલાક ગામોમાં અતિવૃષ્ટિ અને ભારે પૂરની તીવ્રતમ અસર વર્તાઈ છે. જેના કારણે વાવેતર અને ખેત-ઉત્પાદનનું મોટાપાયે ધોવાણ થયું છે. આમ છતાં રાજ્યમાં અત્યાર સુધીમાં તેના કુલ વાવેતર વિસ્તાર પૈકી કુલ ૯૮.૨૪ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
તે જોતા પ્રથમ દષ્ટિએ એમ લાગે કે, ઓછા વાવેતરથી રાજ્યના ખેત-ઉત્પાદન ઉપર તેની વિપરિત અસર વર્તાશે પણ વાસ્તવમાં ડાંગરનું વાવેતર ૧૦૫ ટકા, કુલ ધાન્યનું વાવેતર ૧૦૧ ટકા, મગનું વાવેતર ૧૧૨, મઠનું ૧૪૪, અડદનું ૧૧૪ ટકા, મગફળીનું વાવેતર ૧૧૫ ટકા થયું છે. જે ઓછું વાવેતર થયું છે.