અબતક,રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિનીના સભ્યોની વર્ષ 2022-25 ના ત્રણ વર્ષ માટેની ચૂંટણી તા.13-2-2022 ના રોજ યોજવાનું નકિક કરેલ પરંતુ હાલ કોરોનાની ત્રીજી લહેર પુર ઝડપે વધવાથી અને સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આગામી ચૂંટણીના આયોજન માટે તા.24-1-2022 ના રોજ ચેરમેન હિતેષભાઈ બગડાઈના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સમિતિની મિટીંગ મળેલ તેમા કારોબારી સમિતિની ચૂંટણી આગામી તા.26-2-2022 ના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજવાનું નકકી કરી કરવામાં આવેલ છે . તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચૂંટણી સમિતિના ચેરમેન હિતેષભાઈ બગડાઈએ અખબારી યાદીમાં જણાવેલ છે.
10 ફેબ્રુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
નિયત ઉમેદવારી પત્ર ચેમ્બરની ઓફિસ માંથી તા.10-2-2022 , ગુરૂવાર થી તા..12-2-2022 શનિવારનાં રોજ ઓફીસ સમય દરમ્યાન સાંજના 5-00 વાગ્યા સુધી આપવામાં આવશે.
ઉમેદવારી પત્ર ચેમ્બરની ઓફિસે રજુ કરવાની છેલ્લી તારીખ તથા સમય તા.14-2-2022, સોમવારના રોજ ઓફિસ સમય દરમ્યાન સાંજના 5-00 વાગ્યા સુધીનો રહેશે.
આવેલ ઉમેદવારી પત્રોની તા.15-2-2022, મંગળવારના રોજ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર તપાસ્યા બાદ ત્રણ દિવસમાં ચૂંટણી માટે સ્વિકૃત થયેલ તથા નામંજુર થયેલ ઉમેદવારોના નામ સંસ્થાના નોટિસ બોર્ડ ઉપર મૂકી જાહેર કરશે તે ઉપરાંત જે ઉમેદવારોના ઉમેદવારી પત્ર નામંજૂર થયેલ હશે તેઓને તેની જાણ માન્ય કુરીયર મારફત કરવામાં આવશે . તેઓએ તેઓના નામ ચેમ્બરના નોટિસ બોર્ડ ઉ52થી જોઈ લેવાના રહેશે . જે અંગે પાછળથી કોઈ વાંધા માન્ય રહેશે નહી. ઉમેદવારી પત્ર તા.18-2-2022 , શુક્રવાર સુધીમાં ઓફિસ સમય દરમ્યાન સાંજના 5-00 વાગ્યા સુધીમાં પાછું ખેંચવાનું રહેશે.
કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારને તા.16-2-2022 બુધવારથી પ્રતિ યાદી રૂા .1000 – લઈ આપવામા આવશે . તથા માન્ય ઉમેદવારને તા.19-2-2022 શનિવારથી એક મતદાર યાદી વિના મૂલ્યે આપવામાં આવશે.
ઉમેદવારી પત્ર ઉમેદવારે પુરેપુરી વિગતથી ભરવાનું રહેશે. ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર સભ્ય અને ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર અલગ અલગ પેઢીના અધિકૃત પ્રતિનિધિ હોવા જોઈએ.