અબતક રાજકોટ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે ત્યારે ચૂંટણી અને રાજકારણના મેદાનમાં પ્રારંભથી જ ભાજપ નો ઘોડો બે ડગલા આગળ દોડતો હોય તેમ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ને પ્રથમ તબક્કામાં જ ભાજપે વર્ચ્યુઅલ પ્રચારની તૈયારીમાં પાછળ રાખી દીધા છે ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ સંગઠને જેના પર ચૂંટણી પ્રચાર માટે ભરોસો મૂક્યો હતો તેવા કોંગ્રેસના જાહેર કરાયેલા સ્ટાર પ્રચારક એ અચાનક ભાજપનો પાલવ પ્રક્ડ્યાની જાહેરાત એ ભારે રાજકીય ચર્ચા જાગી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપના યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા ચૂંટણી રણ સંગ્રામમાં કોઈ કસર બાકી ન રહે તેવી રણનીતિ અખત્યાર કરી છે ત્યારે ગઈકાલે જ હજુ કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદીમાં આરપીએન સિંઘ નું નામ જાહેર કર્યું હતું હજુ અંગેના કોંગ્રેસમાં પ્રત્યાઘાતો પડે તે પહેલા આજે આરપી સિંઘ ની ભાજપના જોડાણની જાહેરાત થઈ હતી અને ભાજપના વરિષ્ઠ આગેવાન આર ધર્મેન્દ્ર પ્રધાને આરપીએન સિંઘને પક્ષમાં ભારે ઉમળકાથી આવકાર આપ્યો હતો આર પી એન સિંગ એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે પહેલાં જેવો પક્ષ રહ્યો નથી અને તેમણે દેશના રાજકારણને એક નવી દિશા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જે.પી નડ્ડા આભાર માન્યો હતો.