રાષ્ટ્રિય બાલીકા દિવસની નિમિતે 5000 દીકરીના ખાતા ખોલાવવાનો અનોખો સંકલ્પ લેતા 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા
અબતક, રાજકોટ
આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણા થી રાષ્ટ્રિય બાલીકા દિવસ નીમીતે 71- રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્રારા તેમના વિસ્તારની 10,000 ખાતા ખોલાવાની પહેલ કરી છે. અને તે બદલ આજ સુધી લોધીકા તથા કોટડાસાંગાણી તાલુકાના ગામોમાંથી 1500 જેટલા ફોર્મ આવ્યા હતા તે ખાતા ખુલી ગયા છે અને દરેક દિકરીના ખાતામાં 250 રૂપીયા પણ તેમના દ્વારા નાખવામાં આવ્યા છે. એક ખરા અર્થના જન સેવક જે પોતાના વિસ્તારની ચિંતા તો કરે જ છે. પણ સાથે તેમના વિસ્તારની છેવાડાના માનવી સુધી રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ અપાવવામાં હર હંમેશા તત્પર હોઈ છે. જેમાની આ સુક્ધયા યોજનાની માહીતી તેઓ પોતાના જાણ થતા તેઓએ સંકલ્પ લીધો કે મારા 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની 10,000 દિકરીઓના ખાતા ખોલોવી દઈસ તથા દરેક દિકરીના ખાતામાં 250 રૂપીયા પણ પોતાના સ્વ ખર્ચે આપીસ તથા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌવ અગ્રણી પણ આ સેવાના કામમાં જોડાયેલા છે. અને વિવિધ સોસાયટીમા કેમ્પ કરીને ફોર્મ ભરીને ખાતા ખોલાવવા માટે આગળ આવી રહ્યા છે. આથી જાહેર જનતાને જણાવવાનુ કે સુક્ધયા યોજનાના ફોર્મ તેમની ઓફીસ ખાતે થી સરળતાથી મળી રહેશે તથા ત્યા વિનામુલ્ય ફોર્મ ભરી આપશે. તેમ કાર્યલય મંત્રી રવિ જોષીની યાદીમાં જણાવ્યું છે.