આઇટી પાર્કમાં સાયબર સિક્યુરિટી , કલાઉડ સોલ્યુશન સહિતના પરિબળો ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે
અબતક, રાજકોટ
રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનવા જઈ રહ્યો છે જેના માટે આઇટી એસોસિએશન દ્વારા સરકારને જગ્યા ફાળવણી માટેની માંગ પણ કરવામાં આવેલી છે. આ તકે સૌથી મોટી વાત તો એ છે કે, રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનતાની સાથે જ જાયન્ટ કંપનીઓ અહીં પોતાના યુનિટો સ્થાપિત કરી શકે છે અને સહભાગી પણ બની શકે છે. વૈશ્વિક ફલક ઉપર આઇટી માટે વધુને વધુ નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે ત્યારે ભારત દેશ પણ ડિજિટલ ક્રાંતિ સર્જવા માટે સજ્જ થયું છે. હમ મુદ્દાઓને ધ્યાને લઇ અને હાલ વૈશ્વિક ફલક ઉપર જે સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ સોલ્યુશન માટે જે માંગ વધી છે તેને પણ રાજકોટ આઈટી પાર્ક પૂરું કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ભારતની સૌથી મોટી ટેક જાયન્ટ કંપનીઓ જે સ્થળ ઉપર આઇટી પાર્ક ઉભું થતું હોય તેઓ જોડાતા હોય છે અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તું પણ નિર્માણ કરતા હોય છે. રાજકોટમાં જે આઈ ટી પાર્ક બનવા જઈ રહ્યો છે તેનાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને તેના સારા એવા આશીર્વાદ મળી રહેશે અને વ્યવસાય નો પણ વ્યાપ વધુને વધુ માત્રામાં જોવા મળશે. કોરોના ના કપરા સમયમાં જ્યારે બધા ઉદ્યોગો બંધ પડ્યા હતા ત્યારે એકમાત્ર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્ર ખૂબ ઝડપ એર વિકસિત થઇ રહ્યું હતું. સ્થિતિને ધ્યાને લઈ હાલ સમગ્ર ભારતમાં આઇટી તરફનો ઝુકાવ વધ્યો છે.
આંકડાકીય માહિતી અનુસાર કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ આઇટી ક્ષેત્રના વ્યવસાયમાં જે વેગ જોવા મળ્યો તેની સાથે વધુ તો બિલિયન ડોલરનો અતિરેક વ્યાપાર પણ કરવામાં આવ્યો હતો. હાલના સમયે સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ સોલ્યુશન મહત્વપૂર્ણ પરિબળ પ્રભાવિત થયા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ બંને પરિબળો ના યોગ્ય નિવારણ માટે ઘણી કંપનીઓ કાર્ય કરી રહી છે પરંતુ જરૂરી એ છે કે જો આ તમામ કંપનીઓને એક તાંતણે બાંધવામાં આવે અથવા તો તેને સંગઠિત કરવામાં આવે તો જે કામ કંપનીઓ દ્વારા અન્ય રાજ્યો અથવા તો વિદેશથી કરવામાં આવતા હોય છે તે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જ થઈ શકશે તથા સમયનો પણ બચાવ થશે અને નાણાંનો વ્યય થતો હોય તેમાં પણ રોગ લાગશે. એવી જ રીતે નવા સ્ટાર્ટઅપ જે શરૂ થઈ રહ્યા છે તે પણ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી આવનારા સમયમાં આ ક્ષેત્રમાં વધુ વેગ જોવા મળે તો નવાઈ નહીં.
બોક્સ…. સાઇસન્સ, ટેકનોલોજી, એન્જીનીયરીંગ સહિતના ક્ષેત્રે મહિલાઓ માટે રોજગારીની તકો ઉભી થશે
રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનવા જઈ રહ્યો છે અને સામે સમગ્ર દેશમાં ટાઈમ ટેક્નોલોજી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રોજગારી ની તકો પણ ઊભી થઈ રહી છે આ તમામ સ્થિતિને ધ્યાને લઇ એવા સ્પષ્ટ થઈ રહી છે કે આ ક્ષેત્રમાં જે મહિલાઓ કામ કરી રહી છે તેને ખૂબ જ વધુ ફાયદો મળશે તો સાથ રાજકોટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક ઊભો થતાની સાથે જ રાજકોટ અને સૌરાષ્ટ્રની મહિલાઓ કે જે આ ક્ષેત્રે કાર્ય કરી રહી હોય અથવા તો આ ક્ષેત્રનું જ્ઞાન મેળવ્યું હોય તેમને ખૂબ મોટો આર્થિક ફાયદો થઈ શકશે. નોકરી આપતી સંસ્થાઓમાં પણ ૫૦ ટકાથી વધુની રોજગારીની તકો આ ચાર ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને પેમીક એટલે કે ગોવિંદના કાળમાં પણ આશરે ૩૫ ટકાનો વધારો આ૨તી નાની નોકરીઓમાં જોવા મળ્યો હતો અને તેમાં પણ સૌથી વધુ ફાયદો મહિલાઓને મળેલો છે ત્યારે રાજકોટમાં જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક ઊભો થશે તે સમયે મહિલાઓ ને કામ કરવાની તકો માં અનેક અંશે વધારો જોવા મળશે.