અબતક-રાજકોટ
રાજકોટ જિલ્લાના લોકો કોરોનાનો કપરો સમય બહુ નજીકથી નિહાળ્યો છે. ત્યારે આ સમયમાં વધુ બચત સાથે જીવતાની નીતિ પણ લોકો અપનાવી રહ્યા છે. જેના કારણે કોરોનાનો કપરો કાળ જાણે સહકારી મંડળીઓને ફળ્યો હોય તેમ તેની સંખ્યામાં પણ ૧૦૦નો વધારો થયો છે. જ્યારે સૌથી વધુ સર્વિસ સોસાયટીમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે.
એક વર્ષમાં ૧૦૦નો વધારો થતાં જિલ્લામાં કુલ મંડળીઓની સંખ્યા ૨૨૯૬ સુધી પહોંચી
રાજકોટ જિલ્લામાં જુદી-જુદી ૨૮ પ્રકારની કાર્યરત છે. જેમાં કોરોના કપરા સમયમાં એટલે કે વર્ષ ૨૦૨૦માં આ સહકારી મંડળીઓની સંખ્યા ૨૧૯૬ જે કપરા સમયમાં ઘટવાને બદલે વધી છે. આ એક વર્ષમાં જુદી-જુદી મંડળીઓમાં ૧૦૦નો વધારો થયો છે. તો હાલ લોકોની બચટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ સેવા સહકારી મંડળીઓ કામ કરી રહી છે. કોરોના કપરા કાળમાં સેવા સહકારી મંડળીઓની સંખ્યા ૩૫૮ હતી પરંતુ ૨૦૨૧માં સંખ્યા ઘટીને ૩૫૧ થઈ છે.
સર્વિસ સોસાયટીમાં ત્રણ ગણો વધારો
તો બીજી તરફ સૌથી વધુ સર્વિસ સોસાયટીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક વર્ષમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. કોરોના સમયગાળો શરૂ થયો ત્યારે સર્વિસ સોસાયટીની સંખ્યા માત્ર ૩૭ જ હતી. પરંતુ ૨૦૨૧માં સર્વિસ સોસાયટીની સંખ્યા વધીને ૧૦૯ પર પહોંચી છે. આ સાથે જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલી મંડળીઓ પણ કાર્યરત થઈ છે. જેમાં દૂધ ઉત્પાદન, મત્સ્ય ઉદ્યોગ જેવા અનેક નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાયેલી મંડળીઓ પણ હાલ રાજકોટમાં કાર્યરત છે.
કપરા સમયમાં લોકો વધુ બચત કરતા થયા છે: કુલદીપસિંહ જાડેજા (શિવ શક્તિ સહકારી મંડળી)
કોરોના કપરા સમયમાં સહકારી મંડળીની ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં શિવ શક્તિ સહકારી મંડળીના માલિક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોના કપરા સમયમાં લોકો એક્સ્ટ્રા બચત કરતા થયા છે. જેના કારણે હાલ સહકારી મંડળીઓ અને તેના સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ જે મંડળીઓ પાસે બેંકમાં ફિક્સ ડિપોઝીટ હતી તે મંડળીઓને મુશ્કેલીઓ પડી નથી. પરંતુ જે મંડળીઓ પાસે બચત ન હતી તેને આકરી સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો છે.
કોરોના કપરા સમયમાં ઘણા નેગેટિવ પાસા પણ સામે આવ્યા છે. જેમ કે અમુક મંડળીઓમાં સભ્યોને વેપાર-ધંધા ન મળતા તેઓ પૈસા ભરી શકતા ન હતા. જેના કારણે ઘણી મંડળીઓએ કપરી સ્થિતિનો પણ સામનો કર્યો છે.લોકોની બચતની નીતિઓ દ્વારા હોવી સહકારી મંડળીઓની સંખ્યા પણ વધતી દેખાઈ રહી છે. જેમાં સમયસરની બચત જેટલી લોકો માટે પણ ઉપયોગી છે તેટલું જ મહત્વ તેમાં સહકારી મંડળીઓ માટે પણ રહેલું છે. પરંતુ ઘણીવાર સભ્યો દ્વારા સમયસર પૈસા ભરવામાં આવે તો સહકારી મંડળીની બેલેન્સમાં ભરપાઈ થઈ શકે છે.
જિલ્લામાં મલ્ટી સ્ટેટ બેંક, કોમર્શિયલ કો.ઓપરેટિવ બેંક, કર્મચારી ધીરાણ બેંક, શરાફી સહકારી મંડળી, બચત સહકારી મંડળી, જિલ્લા કક્ષાના સંઘ, જિલ્લા મધ્યસ્થ બેંક, હાઉસિંગ મંડળીઓ સહિતની મંડળીઓ હાલ જિલ્લામાં કાર્યરત છે.