અબતક, નવીદિલ્હી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે કંપનીનો ત્રીજા કોર્ટનો નફો 41.5 ટકા ઉછળી ૧૮ હજાર કરોડને પાર નોંધાયો છે જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ જ વધુ છે. ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 13101 કરોડનો નફો કર્યો હતો. ગોપી ના સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ રિલાયન્સને જે નેટ નફો થયો છે તેનું મુખ્ય કારણ કંપનીનો રિટેલ બિઝનેસ અને રિફાઇનિંગ ઉદ્યોગ છે. સામે ઓઇલ ટુ કેમિકલ વ્યવસાયમાં ભેંસને ઘણાખરા અંશે ફાયદો પહોંચ્યો છે.
ગત વર્ષે રિલાયન્સનો ત્રીજા ક્વાર્ટરનો નફો 13101 કરોડ નોંધાયો હતો.
હાલ રિલાયન્સ નો સૌથી મોટો લક્ષ્ય એ છે કે ઈ કોમર્સ અને ડિજિટલ ક્ષેત્રે કઈ રીતે વેગ પકડી શકાય અને એનર્જી વ્યવસાયમાં કેવી રીતે પગદંડો જમાવી શકાય. તમામ મુદ્દાઓને ધ્યાને લઇને રિલાયન્સ હાલ આગળ વધી રહ્યું છે અને પરિણામે દરેક ક્ષેત્રમાં નફો પણ સતત વધતો જોવા મળે છે. સૌથી મોટી વાત એ પણ છે કે ઉતરોતર પ્રગતિ ના કારણે રિલાયન્સની માર્કેટ વેલ્યુમાં સાડા નવ ટકા જેટલો વધારો પણ નોંધાયો છે જે અન્ય કંપનીઓની સરખામણીમાં ખૂબ જ વધુ છે. કોઇ પણ મોટી કંપની તેના ઓપરેશનલ રેવન્યુ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે ત્યારે ગત વર્ષના આ જ સમયગાળા દરમિયાન રિલાયન્સને ૧.૨૪ લાખ કરોડ રૂપિયાની ઓપરેશનલ રેવન્યુ મળી હતી જે ચાલુ વર્ષમાં ૧.૯૧ લાખ કરોડ સુધી પહોંચી છે.
ગ્રાહકોની માંગના કારણે રિલાયન્સનો રિટેલ વ્યવસાય ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે ગોવિંદના નિયંત્રણો વચ્ચે પણ રિલાયન્સ રિટેલ એ જે રીતે વેગ પકડ્યો છે તે સરાહનીય છે અને પરિણામે ત્રીજા ક્વાર્ટર નો નફામાં અધધ વધારો પણ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તર પર ઓઇલ અને એનર્જી માં રિકવરી આવતાની સાથે જ રિલાયન્સ રિફાઇનરી અને પણ ઘણો ખરો ફાયદો પહોંચ્યો છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઇ રિલાયન્સ હાલ પોતાના રિટેઇલ વ્યવસાય અને વધુ મજબૂત બનાવવા માટેના તમામ પગલાઓ.