આજે ચીનમાં સડક બનાવવામાં અને અન્ય કારણોથી ઐતિહાસિક ઇમારોતને રીલોકેટ કરવામાં આવી રહી છે. ચીનીઓને આ કામમાં મહારથ મળી ચૂકી છે. તેમાં ઘરને કેટલાક મીટર સુધી ખસેડવામાં આવે છે. પણ 15 વર્ષ પહેલાં એક આખા ઘરને પેક કરીને અમેરિકા મોકલવામાં આવ્યું હતું અને ત્યાં તેને ખોલીને ફરી ઊભું કરવામાં આવ્યું. ચીન યુ તાંગ નામના આ ઘરને હાલમાં મૈસાચ્યુસેટ્સ અમેરિકાના એક સંગ્રહાલયમાં સ્થાપિત કરાયું છે. આવો છે આખો કિસ્સો…
– ચીન યુ તાંગનો અર્થ થાય છે પ્રચુર છત્રછાયા. 18મી સદીના છેલ્લા ભાગમાં બનેલા આ પારંપરિક ઘરમાં કુલ 16 રૂમ છે.
– કિંગ રાજવંશ (1644-1911)ના સમયમાં ચીનના દક્ષિણ – પશ્ચિમ ભાગના હુઇઝોઉ સ્થિત અનહુઇ ગામમાં તેને હુઆંગ અટકના એક અમીર વ્યાપારીએ બનાવ્યો હતો.
– આ લગભગ બે સદી સુધી હુઆંગ ફેમિલિનું રહેઠાણ રહ્યું, પછી 1982માં પરિવારના અંતિમ સદસ્યના ગામ છોડી દીધા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.
– નેન્સી બર્લિનર નામના એક અમેરીકી સ્કૉલર ચીની આર્કિટેક્ચર અને ફર્નિચર પર રિસર્ચ કરવા ચીન આવી હતી. 1996માં તેઓએ ચીન યુ તાંગ હાઉસને જોયું. ત્યારે હુઆંગ ફેમિલી તેને બચાવવામાં લાગી હતી.
– નેન્સી બોસ્ટનના પીબૉડી એસેક્સ મ્યૂઝિયમ (પીઇએમ)ને માટે કામ કરતી હતી. તેના કહેવા પર મ્યૂઝિયમે ઘર ખરીદી લીધું.
– આ પછી તેને રીલોકેટ કરવાની લાંબી અને મુશ્કેલ સ્થિતિ ચાલુ થઇ, ઘરને અનેક ભાગમાં વહેંચતા પહેલાં આર્કિટેક્ચર ડ્રોઇંગ મોટા પાયે બનાવવામાં આવ્યા. માપની શોધ કરાઇ અને તેના ફોટોઝ પણ લેવામાં આવ્યા.
– ત્યારબાદ છતથી લઇને નીંવ સુધી બધું સારી રીતે પેક કરીને અમેરિકા લઇ જવાયું. હુઇઝોઉથી મૈસાચ્યુસેટ્સની વચ્ચેનું આ અંતર લગભગ 12000 કીમી હોય છે.
– ત્યારબાદ તેને બોસ્ટનના એક વેયરહાઉસમાં ખોલવામાં આવ્યું અને સાથે ઘરને પીબૉડી એસેક્સ મ્યુઝિયમની જમીન પર પહેલાં લેવામાં આવેલા ચિત્રો અને ડ્રોઇંગના આધારે ફરી ઊભું કરવામાં આવ્યું.