કાર સહિત એલસીબીએ રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કર્યો ઝપ્ત
અબતક વારીસ પટણી ભુજ
માનકુવા ગામના સદુરાઇ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં એલસીબીએ બાતમીના આધારે છાપો મારીને ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના ૨૮૦ કિલોગ્રામ શંકાસ્પદ ગૌવંશના માંસ જથ્થા અને કતલમાં વપરાતા સાધનો વજનીયા કાર અને બાઇક સહિત રૂ.૧,૬૦,૮૦૦ ના મુદામાલ સાથે ૪ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ૪ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. આરોપીઓને મુદામાલ સાથે માનકુવા પોલીસને સોંપી ગુનો નોંધાવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માનકુવા ખાતે સદુરાઇ રોડ પર રહેતા અલીમામદ આરબ મોખાના રહેણાકના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં ચાલતા કતલખાનામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી સીકંદર આરબ મોખા રહે ભુજ, તથા મુળ બિહારના હાલ ભુજ રહેતા રહેમતઅલી મહેનુદીન અંસારી, મોહમદવાજીદ મોહમદસલીમ અંસારી, મોહમદફીરોજ મોહમદનીઝામ અંસારી નામના ચાર શખ્સોને શંકાસ્પદ ૨૮૦ કિલો ગૌમાસ મળી આવ્યું હતું.
જ્યારે અલીમામદ આરબ મોખા, સુલતાન અલીમામદ મોખા, જાવેદ અલીમામદ મોખા અને હસીના અલીમામદ મોખા ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે. એલસીબીએ દરોડામાં કાર અને માસ કાપવાના સાધન સહિત રૂ.૧,૬૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.