બોર્ડ- નિગમના ચેરમેનો નિમવા અને રાજીનામુ માંગવાનો મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છતાં રાજીનામા આપવા માટે પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે આદેશ આપતા આશ્ર્ચર્ય
વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે બોર્ડ-નિગમમાં નિમણુંક આપી મોટા માથાઓની ‘ટિકિટ ભાવના’ને ઠારી દેવાશે
અબતક, રાજકોટ
રાજય સરકારના અલગ અલગ બોર્ડ-નિગમોમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની નિમણુંક કરવાની અને રાજીનામુ માંગી લેવાની સંપૂર્ણ સત્તા મુખ્યમંત્રી પાસે છે. દરમિયાન ગઇકાલે બપોરે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે એક સાથે 1ર બોર્ડ-નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનને રાજીનામુ આપી દેવાનો આદેશ કરતા રાજયભરમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યું છે. સામાન્ય રીતે વિધાનસભાની ચુંટણીની ટીકીટ માટે પ્રબળ દાવેદાર હોવા છતાં જેઓને એક યા બીજા કારણોસર ટિકીટ મળતી નથી તેઓની બોર્ડ નિગમમાં નિમણુંક કરી સાચવી લેવામાં આવે છે પરંતુ હવે કાર્યકરો અને લોકોમાંથી એવી માંગણી ઉઠી રહી છે કે રાજકીય બાહુબલીઓને નહી પરંતુ લોકસેવકની નિમણુંક કરવામાં આવે હવે વિધાનસભાની ચુંટણીના આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે બોર્ડ નિગમમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણુંક કરી તેઓને વિધાન સભાની ચુંટણીમાં ટિકીટથી દુર હડસેલી દેવામાં આવશે.
ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, બીન અનામત નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરા, મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા, સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ, બિન અનામત આયોગના વાઇસ ચેરમેન વિમલભાઇ ઉપાઘ્યાય, બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, ગુજરાત રાજય વલ્ફ બોર્ડના ચેરમેન સજજાંદ હિરા,: ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત અને ર0 મુદ્દા અમલી કરણ સમિતિના ચેરમેન આઇ.કે. જાડેજાને રાજીનામું આપછ દેવા આદેશ આપી દીધો હતો જે પૈકી પાંચ બોર્ડ નિગમના ચેરમેન તથા વાઇસ ચેરમેને ગઇકાલે જ રાજીનામા આપી દીધા હતા. બાકીના આજે રાજીનામા આપી દેશે.
વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે જ્ઞાતિ-જાતિના અમીલકરણોને ઘ્યાનમાં રાખી હવે બોર્ડ નિગમના ચેરમેન- વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. હાલ કુલ 40 જેટલા બોર્ડ નિગમોમાં નિમણુંક બાકી છે. જે 1ર બોર્ડ નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન પાસેથી ગઇકાલે રાજીનામા માંગી લેવામાં આવ્યા તેની મુદત ગત 31મી ડીસેમ્બરે પૂર્ણ થઇ ગઇ હતી. ત્યારે જ રાજય સરકારે તેઓને ઘર બેસાડી દીધા હોત તો આપ્યુ આશ્ર્ચર્ય ન સર્જાત પરંતુ જે રીતે 579 મંડળો સાથે એક સાથે બેકક યોજયા બાદ ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે જે રીતે બોર્ડ-નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન ને રાજીનામા આપી દેવાનો એક લીટીમાં આદેશ આપ્યો તેનાથી રાજયભરમાાં ભારે રાજકીય ખળખળાટ સર્જાઇ ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નજીકના તમામને ઘર ભેગા દેવામાં આવ્યા છે. હવે નવી નિમણુંકમાં પણ રૂપાણીની નજીક એક પણ નેતાને સ્થાન ન આપવામાં આવે તે નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યાં છે.
સામાન્ય રીતે ટિકીટ માટેના છ પ્રબળ દાવેદારને કોઇ કારણોસર ટિકીટ મળી શકે તેમ ન હોય તેઓને બોર્ડ-નિગમમાં નિમણુંક આપી લાલ લાઇટ વાળી ગાડીઓ આપી મનાવી લેવામાં આવે છે. વર્ષો જુની આ સિસ્ટમ હવે ખરેખર બંધ થઇ જવી જોઇએ. કારણો બોર્ડ-નિગમ સરકારના હાથ પગ છે અને લોકો માટે પણ ખુબ જ ઉપયોગી છે રાજકીય બાહુબલીઓને સ્થાન આપવાના બદલે જે સાચા અર્થમાં જન સંપર્ક છે તેની નિમણુંક કરવી જોઇએ.
આઝાદી અમૃત મહોત્સવે પણ કેમ અનામતની કાખઘોડી મુકાતી નથી?
અસમાનતા દૂર કરવા હંગામી અનામત લાગુ કરવામાં આવી, અનામત હજુ સુધી યથાવત રહી એટલે શું સરકાર અસમાનતા દૂર કરવામાં નિષ્ફળ ગઈ ?
અબતક, નવી દિલ્હી
આઝાદી અમૃત મહોત્સવે પણ કેમ અનામતની કાખઘોડી મુકાતી નથી? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આઝાદી બાદ અસમાનતા દૂર કરવા હંગામી અનામત લાગુ કરવામાં આવી હતી. પણ અનામત હજુ સુધી યથાવત રહી એટલે શું સરકાર અસમાનતા દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે તેવા સવાલ ઉદભવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ અવલોકન કર્યું કે કલમ 15(5) અને ઓબીસી કેટેગરી માટે આરક્ષણ કલમ 15(1) રાજ્યને તેના નાગરિકો સાથે માત્ર ધર્મ, વર્ગ, જાતિ, લિંગ, જન્મ સ્થળ અથવા આમાંથી કોઈપણના આધારે ભેદભાવ કરવાથી પ્રતિબંધિત કરે છે. બંધારણ (93મો સુધારો) અધિનિયમ 2005 દ્વારા કલમ 15 માં કલમ (5) દાખલ કરવામાં આવી હતી જેથી રાજ્યને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશના સંદર્ભમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરી શકાય.
15 (5)આ લેખમાં અથવા કલમ 19 ની કલમ (1) ની પેટા-કલમ (જી) માં કંઈપણ રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની પ્રગતિ માટે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે કાયદા દ્વારા કોઈ વિશેષ જોગવાઈ કરવાથી અટકાવશે નહીં. નાગરિકોની. અથવા અત્યાર સુધી આવી વિશેષ જોગવાઈઓ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ સાથે સંબંધિત છે, પછી ભલે તે રાજ્ય દ્વારા સહાયિત હોય કે બિનસહાયિત હોય, લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, જે કલમ 30 ની કલમ (1) હેઠળ આવરી લેવામાં આવે છે.
હાલના કેસમાં સમાનતાના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા, કોર્ટે અવલોકન કર્યું કે સ્પર્ધાત્મક પરીક્ષા ઔપચારિક સમાનતાને સુનિશ્ચિત કરે છે, તે સમાનતાના કિસ્સામાં સારવારની સમાનતાને સુનિશ્ચિત કરતી નથી. શૈક્ષણિક સુવિધાઓની ઉપલબ્ધતા અને પહોંચમાં અસમાનતાના પરિણામે અમુક વર્ગોના લોકો વંચિત રહેશે જેઓ અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે નહીં. અસમાન સાથે સમાન વર્તન કરવું એ બંધારણમાં પરિકલ્પિત સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન હશે તે ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું – “કલમ 15(4) અને કલમ 15(5) કલમ 15(1) માં સમાવિષ્ટ સમાનતાના અધિકારની બાંયધરી આપતા નથી. તે સિવાય બીજું કંઈ નથી.” કોર્ટે અવલોકન કર્યું કે જો કે ઓળખાયેલ જૂથના વ્યક્તિગત સભ્યો પછાત ન હોઈ શકે, આ અનામત નીતિના અંતર્ગત તર્કને બદલશે નહીં, જે સમાજમાં આગળ વધવામાં વંચિત જૂથો દ્વારા સામનો કરવામાં આવતા માળખાકીય અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
ઓબીસી માટે 27 ટકા અને ઈડબલ્યુએસ માટે 10 ટકા અનામતને સુપ્રીમ કોર્ટની લીલીઝંડી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને મેડિકલ અભ્યાસક્રમોમાં અખીલ ભારતીય ક્વોટા બેઠકોમાં ઓબીસી માટે 27 ટકા અને આર્થિકરૂપે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે 10 ટકા અનામત આપવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે મેરીટની સાથે અનામત પણ આપી શકાય છે. તેને વિરોધાભાસી માનવું જોઈએ નહીં. અનામત વિતરણ પ્રભાવ વધારે છે. વધુ માર્ક્સ યોગ્યતા માટેનો એકમાત્ર માપદંડ નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
આ કેસની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે કેટલાક વર્ગો જે આર્થિક સામાજિક લાભ મેળવે છે તેવો લાભ સ્પર્ધાત્મક પરીક્ષા નથી દર્શાવતી. યોગ્યતાને સામાજિકરૂપે પ્રાસંગિક બનાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત યોગ્યતાનું વિરોધાભાસી નથી. તે તેના વિતરણ પ્રભાવને વધારે છે. બેન્ચે કહ્યું કે કોઈ કેસમાં બંધારણીય વ્યાખ્યા સામેલ થાય છે તો ન્યાયિક ઔચિત્ય અદાલતને ક્વોટા પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી શકે નહીં.
નીલ ઓરેલિયો નૂન્સના નેતૃત્વમાં અરજદારોના એક જૂથે નીટ-પીજી અભ્યાસક્રમોમાં વર્તમાન શૈક્ષણિક સત્રથી અખિલ ભારતીય ક્વોટામાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અને આર્થિકરૂપે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે અનામતને લાગુ કરવા માટે કેન્દ્રના 29મી જુલાઈ 2021ના જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બાબત પર ન્યાયિક દરમિયાનગીરીથી આ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થશે. સાથે જ કોર્ટ કાર્યવાહીનો દૌર શરૂ થઈ જશે.