અબતક, કીરીટ રાણપરીયા
ઉપલેટા
શહેર ગ્રામ્ય વિસ્તારમાં ઘેર ઘેરે કોરોનાની ત્રીજી પ્રસરી સુકી હોય તેવું બિહામણું ચિત્ર છેલ્લા 10 દિવસ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના રરપ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતામાં વિષય બન્યો છે. લોકોની બેદરકારી પણ પુરેપુરી બહાર આવી રહી છે. જો લોકો બેદરકાર હજુ રહેશે તો આગામી દિવસમાં કોરોના બંબાટ ઘેરે ઘરે આવી પહોચશે.
કોરોનાની ત્રીજી લહેરને લોકોને કોઇ ગંભીરતા ન લેતા હાલમાં રરપ જેટલા કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે પણ હાલમાં 117 જેટલા કેસો એકટિવ છે જયારે 107 કેસ ડિસ્ટાર્જ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા બાળવયના લોકોનું વેકસિન પુરજોષમાં કામગીરીને કારણે સ્કુલનું વેકસિન 91 ટકા પુરુ થઇ ગયું હોવાથી વાલીઓમાં રાહત જોવા મળી રહી છે. સાથે સાથે વાલીઓ બીજો ડોઝ લેવામાં જોય તેવી ગંભીરતા નહિ લેતા તેની અસર આગામી દિવસોમાં બાળકો પર પડતા વાર નહિ લાગે જયારે કેન્દ્ર આરોગ્ય વિભાગ દ્વારા સીનીયર સીટીઝન માટે ખાસ બુસ્ટર ડોઝની વ્યવસ્થા કરાઇ છે. પણ આ બુસ્ટર ડોઝ લેવામાં હાલ 1400 જેટલા લોકો આગળ આવ્યા છે. જયારે મોટાભાગના સીનીયર સીટીઝન આળશ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તેના પરિવાર માટે ખતરાની ઘંટડી સમાન બને તો નવાઇ નહીં.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કોરોના પોઝિટિવ
ગઇકાલે શહેર ભાજપના યુવાનોના અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયાને માથા સહીત દુખાવાની ફરીયાદ કરતા તેને કોરોના ટેસ્ટ કરવાની સલાહ ડોકટરોએ આપતા રેપીડ સ્ટેટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડા દોડી થઇ ગઇ હતી. આ આર.ટી.પી.સી.એમ. ટેસ્ટનું સેમ્પલ લઇ રાજકોટ મોકલાયું હતું હાલ નિકુંલ ચંદ્રવાડીયા પોતાના નિવાસ સ્થાને હોમ આઇસોલેટર થયા છે.